21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે વિશ્વમાં 21 જૂનના રોજ મોટાભાગના લોકો સામુહિક રીતે યોગા કરીને આ દિવસની ઉજવણી કરતા હોય છે. જેને લઈને રંગીલા રાજકોટમાં પણ આ વર્ષે એક સાથે 5 હજાર લોકો 21 જૂનના રોજ યોગા કરશે.
આ સમગ્ર કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાશે. જેમાં અલગ-અલગ પ્રતિષ્ઠિત સંસ્થાઓના લોકો, દિવ્યાંગ બાળકો, સિનિયર સીટીઝન, મહિલાઓ અને શાળાઓના વિદ્યાર્થીઓ તમામ લોકો સાથે મળીને સામુહિક યોગા કરવામાં આવશે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરાઇ છે. જેમાં એલઇડી સ્ક્રીન મુકવામાં આવશે. સાથે જ યોગ દરમિયાન કોઈને મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે તો તે માટેની ટિમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.