રાજકોટની ભાગોળે આવેલા જીઆઇડીસી મેટોડામાં(GIDC Metoda near Rajkot) વહેલી સવારે પાંચ જેટલા પરપ્રાંતિય શ્રમિકો ગંભીર રીતે દાજી જતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં (Rajkot Civil Hospital) આવ્યા હતા. જોકે આ શ્રમિકો ઉત્તર પ્રદેશના રહેવાસી છે. અહીંયા કામ માટે આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી રાજકોટના જીઆઇડીસી મેટોડામાં એક બિલ્ડીંગની ઓરડીમાં રોકાયા હતા. જ્યાં આગની ઘટના બની હતી.
પ્રાથમિક તપાસ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે મેટોડા જીઆઇડીસીમાં આવેલ 40 ઓરડી નામની બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જેને લઈને તાત્કાલિક ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શ્રમિકો દ્વારા ભુલથી રાત્રિના ઓરડીમાં ગેસ ચાલુ રાખાયો હતો. ત્યારે વહેલી સવારે એક શ્રમિક બીડી સળગાવતા આખી ઓરડીમાં આગ લાગી હતી. જેમાં પાંચ જેટલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા.
આગની ઘટનામાં ગંભીર પાંચેય શ્રમિકો ઉત્તર પ્રદેશના રહેવાસી આગની ઘટનામાં ગંભીર રીતે દાજી જનાર પરપ્રાંતીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. કમલેશ શ્યામ, રાહુલ બહાદુર ચંગ બહાદુર, રોહિત શેખાવત અને ઉમાશંકર શેખાવત નામના પાંચ પરપ્રાંતિઓ દાજી ગયા હતા. જેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની વધુ સારવાર શરૂ છે. જ્યારે મેટોડા જીઆઇડીસીમાં આગની ઘટનામાં શ્રમિકો દાજીયાની વાત સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.