રાજકોટઃ જિલ્લાના જેતપુર, ધોરાજી, ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દૂર નોંધાયું હતું.
જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા, વીરપુર, ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારો ચરખડી, પાટીદળ, જેતલસર, મોટીવાવડી, ભૂખી, મૂરખડા, ઇસરા, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે 3 કલાક 50 મિનિટે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 25 કિલોમીટર દૂર નોંધાયું હતું.