રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 11માં શાસ્ત્રીનગરના સ્થાનિકોને ટીપી રોડ મામલે કપાતની નોટિસ ફટકારવામાં આવી છે. જેને લઇને શાસ્ત્રીનગરના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈને કોર્પોરેશન ખાતે રજૂઆત માટે દોડી આવ્યા હતા. જ્યાં તેમને રજૂઆત કરી હતી કે અમારા આસપાસના વિસ્તારમાં પણ આ જ પ્રકારનો પ્રશ્ન છે. પરંતુ તેમને કોઈપણ કપાસની નોટિસ આપવામાં આવી નથી માત્ર અમારી સોસાયટીને જ આપવામાં આવી છે. જ્યારે કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા આ લોકોને સાંભળવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Rajkot Unique Wedding: અનોખી વિદાય, સાસરિયા પક્ષ હેલિકોપ્ટરમાં વેલ લેવા આવ્યા
કપાતની નોટિસ: આ ઘટના અંગે વોર્ડ નંબર 11ના શાસ્ત્રીનગરમાં રહેતા જયદીપ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અમને કોર્પોરેશન દ્વારા ટીપીના રસ્તા માટેની નોટિસો ફટકારવામાં આવી છે. તે પણ જૂની નોટિસો આપવામાં આવી છે. જે અંગેની અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જ્યારે અગાઉ આ પ્રકારની નોટિસ આવી હતી તેનો જવાબ અમે કોર્પોરેશનને આપી આપ્યો હતો. પરંતુ ફરી જ આ પ્રકારની નોટિસ આવી છે. જેમાં કપાત અને સોસાયટીને ખુલ્લી કરવાની વાત સામે આવી છે. હાલમાં અમારી સોસાયટીના રસ્તા બીજી સોસાયટીઓ કરતા મોટા છે. ત્યારે અમારી સોસાયટીમાં કપાત કરીને રસ્તા મોટા કરવાનો કોઈ મતલબ નથી. હાલ અમે આ મામલે કમિશનરને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ. આ મામલે યોગ્ય નિર્ણય લે તેવી અમારી માંગણી છે.
આ પણ વાંચો Rajkot News: અનોખું મંદિર, લપસીયા ખાયને દુઃખ કરો દૂર, ભીચરી માતાના મળે છે આશીર્વાદ
અંગે લેવાશે નિર્ણય: રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 11ના શાસ્ત્રીનગરના રહેવાસીઓ આજે રજૂઆત માટે આવ્યા હતા. તેઓની લાગણી હતી કે તેમને જે કપાતની નોટિસ મળી છે. પરંતુ વિસ્તારમાં કપાતની જરૂર નથી .આ મામલે સ્થાનિકો દ્વારા કોર્પોરેશનને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે. જ્યારે આ મામલે કોર્પોરેશન દ્વારા સ્થાનિકોનું હિત પણ જળવાઈ અને રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને આગામી નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આ પ્રકારે ઘણી બધી સોસાયટીઓ છે. જ્યાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક આડા કાન કરવામાં આવી રહ્યા છે.