ETV Bharat / state

જસદણમાં વેપારીના થેલામાંથી 3.10 લાખની લૂંટ, પોલીસે શરૂ કરી તપાસ - જસદણમાં વેપારીના થેલામાંથી લૂ્ંટ

જસદણ શહેરમાં વેપારીના થેલામાંથી 3.10 લાખની લૂંટ કરતા બે અજાણ્યા શખ્સ સીસીટીવીમાં કેદ થયા હતા. જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

Rajkot News
જસદણમાં વેપારીના થેલામાંથી 3.10 લાખની લૂંટ
author img

By

Published : Nov 11, 2020, 10:01 AM IST

  • વેપારી રૂપિયા 3 લાખ 10 હજાર લઈને ઘરે ટિફિન લેવા જતા હતા
  • CCTV માં બે અજાણ્યાં શખ્સો લૂંટ કરતા કેદ થયા
  • ICICI બેન્કમાંથી 1.10 લાખ ઉપાડ્યા, 2 લાખ પહેલેથી જ થેલામાં હતા
  • લૂંટનો ભોગ બનનારા વેપારીની જસદણ માર્કેટયાર્ડમાં પેઢી

રાજકોટઃ જસદણના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી ICICI બેન્કમાંથી એક વેપારી પૈસા ઉપાડીને એક થેલામાં નાંખી તેના ઘરે ટીફીન લેવા માટે બેન્કમાંથી બહાર નીકળ્યા હતા. જે બાદમાં વેપારીએ પૈસા ભરેલો થેલો બાઈકમાં ટીંગાડી બાઈક ચાલુ કર્યું અને તુરંત જ એક શખ્સે તે થેલામાં રહેલા રૂપિયા 3 લાખ 10 હજારની રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈને જસદણ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને નજીક રહેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના ચેક કરતા બે અજાણ્યા શખ્સો CCTVમાં કેદ થયા હતા.

જસદણમાં વેપારીના થેલામાંથી 3.10 લાખની લૂંટ

CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી

જસદણ પોલીસે સીસીટીવીના આધારે લૂંટ કરનારા બે અજાણ્યા શખ્સોને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. ICICI બેન્કમાંથી 1.10 લાખ ઉપાડ્યા 2 લાખ અગાઉ જ થેલામાં હતા.

લૂંટનો ભોગ બનનારા જસદણ માર્કેટયાર્ડ ખાતે પેઢી ધરાવે છે

જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં વિહળનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા શૈલેષભાઈ મધુભાઈ ભાયાણી પેઢી માટે નવા બસસ્ટેન્ડ નજીક આવેલી ICICI બેન્કે પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. જે બાદમાં બેન્કમાંથી તેમણે રૂપિયા 1.10 લાખ ઉપાડ્યા અને તેમની પાસે થેલામાં રૂપિયા 2 લાખ અગાઉથી જ હતા. ટોટલ રૂપિયા 3.10 લાખ થેલામાં નાંખીને બેન્કેથી તેઓ ઘરે પોતાના ભાઈ માટે ટીફીન લેવા માટે જતા હતા અને ટીફીન લઈને પોતાની માર્કેટયાર્ડમાં આવેલી પેઢીએ ખેડૂતોને બીલ ચૂકવવા માટે જવાના હતા. ત્યારે બેન્કની નજીક જ બાઈકમાં રાખેલા થેલામાંથી બે અજાણ્યા શખ્સો થેલામાં રહેલા રૂ.3.10 લાખ રોકડાની લૂંટ કરી નાસી છૂટયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી

આ બનાવની જાણ થતાં જ PI જોષી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આજુ-બાજુના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા બે અજાણ્યાં શખ્સો લૂંટ કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે લૂંટ ચલાવનારા બન્ને શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.