જસદણમાં નગરપાલિકા અને આરોગ્યતંત્રની બેદરકારીને કારણે ત્રણ દિવસમાં ડેંગ્યુથી ત્રણના મોત થતાં શહેરના લોકોમાં હાહાકાર જોવા મળ્યો છે. ત્રણ દિવસ પહેલાં આરઝુ નામની 18 વર્ષીય યુવતીના મોતના સમાચારની હજું શાહી સુકાય નથી ત્યારે આજે મહેશભાઈ રાઠોડ (ઉ.વ.35) અને 8 વર્ષિય બાળકી ઉમ્મેહાની સપ્પાનું ડેંગ્યુને કારણે મોત થતાં લોકોમાં જવાબદાર તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
શહેરમાં હાલ ડેંગ્યુ, મેલરીયા, ઝાડા ઉલ્ટી, ટાઇફોઇડ, શરદી, ઉધરસ, જેવાં અનેક રોગોથી શહેરીજનોનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. રાજકારણીઓ ફોટો શૂટમાં મસ્ત છે ત્યારે જસદણમાં ગંદકીના ગંજ જામ્યા છે. સાફ સફાઈ, અને મચ્છરો થતા હોઈ તે જગ્યાઓ પર દવાનો છટકાવ નથી થતો જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કોઈ પણની શરમ રાખ્યાં વગર કડક હાથે કામ કરે તેવી લોક માંગ છે વહેલા માં વહેલી તકે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રોગચાળો અનેક લોકોને ભરખી જશે.