ETV Bharat / state

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, વિદેશી દારૂ અને પિસ્તોલ સાથે 3ની ધરપકડ

રાજકોટ જિલ્લાના રૂરલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. ગોંડલમાંથી વિદેશી દારૂની 275 બોટલ, એક પિસ્તોલ, બે છરા સાથે 3 શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો, વિદેશી દારૂ તથાં પિસ્તોલ સાથે 3ની ધરપકડ

author img

By

Published : Jun 13, 2020, 9:09 PM IST

રાજકોટઃ જિલ્લાના રૂરલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોંડલમાં વિદેશી દારૂની 275 બોટલ એક પિસ્તોલ તથાં બે છરા સાથે ત્રણ શખ્સોને દબોચી તપાસ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સૂચના અનુસાર રૂરલ ક્રાઇમ બ્રાન્ચનાં PI રાણા, મહીપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, રવિભાઇ બારડ, અનિલ ગુજરાતી સહીતના સ્ટાફે ભગવતપરાનાં બરકાતી પરામાં રહેતાં જાફરઅલી આબેદહુશેન બુખારીને તેની પંચપીરની ધાર પાસે આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂની 82,500 ની કિંમતની 275 બોટલ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

ઇરફાન ઉર્ફે ઇકુ કટારીયાની તપાસ દરમિયાન ખુલતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. રૂરલ ક્રાઇમ બ્રાન્ચે રોમા ટોકીઝ પાસેથી સિકંદર ઉર્ફે સીકલો સલીમ શેખાની તલાસી લેતાં તેનાં કબ્જામાંથી 10 હજારની કિંમતની દેશી પિસ્તોલ મળી આવી હતી. ધરપકડ કરી પૂછપરછ કરતાં પિસ્તોલ ગુંદાળા દરવાજા પાસે રહેતાં હુશેન ઉર્ફે ભોલીયો મકરાણી પાસેથી લીધી હોવાની કબૂલાત આપતાં હુશેન ઉર્ફે ભોલીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

રૂરલ ક્રાઇમ બ્રાન્ચે વોરાકોટડા રોડ પરથી સૈજાદ રજાક મોટીયાણી પાસેથી એક ગુપ્તી તથાં બે છરા કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.