ETV Bharat / state

Rajkot Rain: સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર-1 ડેમના 29 દરવાજા 7.3 ફૂટ ખોલાયા, લોકોમાં આનંદની લાગણી, ભાદર નદીમાં ઘોડાપૂર - Bhadar river overflowed

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો જળસંચય ધરાવતો ભાદર એક ડેમ 25 મી વખત ઓકરફ્લો થયો છે. ભાદર ડેમના 29 દરવાજા ખોલાતા ખેડૂતો તેમજ લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે. હાલ 1,85,670 ક્યુસેક પાણીની આવક છે. તેની સામે 73,073 કયુસેક પાણીની જાવક હોવાનું ડેમ સાઈડ તરફથી જણાવવામાં આવ્યું છે.

29-gates-of-saurashtras-second-largest-bhadar-1-dam-opened-bhadar-river-overflowed

author img

By

Published : Jul 23, 2023, 8:05 PM IST

ભાદર-1 ડેમના 29 દરવાજા 7.3 ફૂટ ખોલાયા

રાજકોટ: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્રમાં આતુરતા પૂર્વક રાહ જૉવાતી હતી તે ભાદર એક ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. પાણીનો પ્રવાહ વધતાં ડેમ સાઈટ પર સાયરન વગાડીને ડેમ ઓવરફલો થવાનો મેસેજ કરી ઈજનેર દ્વારા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમ ઓવરફ્લો થતા રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની 22 લાખની વસ્તી પીવાના પાણીની અને 46 ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા એક ઝાટકે દૂર થઈ ગઈ છે.

ભાદર એક ડેમ 25 મી વખત ઓકરફ્લો
ભાદર એક ડેમ 25 મી વખત ઓકરફ્લો

'આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આમ, તો સિંચાઇના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા 46 ગામોની 36842 હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે. ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં 23 જુલાઈ 2023 ને બપોરે ચાર વાગ્યે ડેમના 29 દરવાજા 7.3 ફર ખોલવામાં આવ્યા છે અને હાલ 1,85,670 ક્યુસેક પાણીની આવક છે સામે 73,073 કયુસેક પાણીની જાવક હોવાનું ડેમ સાઈડ તરફથી જણાવવામાં આવ્યું છે.' -હિતેશ મોવલીયા, સેક્શન ઈજનેર, ભાદર ડેમ

લોકોને ચેતવણી: ડેમના તમામ 29 દરવાજા ખોલતા ડેમના નીચાણવાળા વિસ્તારમાં ભાદર નદીના પટ વિસ્તારમાં આવતા જેતપુર, ગોંડલ, ધોરાજી અને જામકંડોરણાના સહિતના 22 ગામોના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવર જવર ન કરવાની ચેતવણી આપવામાં આવી છે. વર્ષ 1954 માં 454.75 લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર એક ડેમ 34 ફૂટની ઉંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે.

ભાદર નદીમાં ઘોડાપૂર
ભાદર નદીમાં ઘોડાપૂર

24 વખત ઓવરફ્લો: છેલ્લા 65 વર્ષથી અડીખમ ઊભેલ આ ભાદર ડેમ અત્યાર સુધીમાં 24 વખત ઓવરફ્લો થયો છે. હાલ આ વર્ષ પણ ઓવરફ્લો થતા 25 મી વાર ઓવરફ્લો થયો છે. હાલ ડેમના દરવાજા ખોલાતા ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હેઠવાસમાં આવતા ગોંડલ તાલુકાના લિલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી, લુણાગરા, લુણાગરી, વાડાસડા, જામકંડોરણા તાલુકાનાં તરવડા, ઈશ્વરીયા ધોરાજી તાલુકાના વેગડી, ભુખી, ઉમરકોટ સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહિ કરવા તથા સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

  1. Bhavnagar News: ભાવનગરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા
  2. Junagagh NDRF: પૂરમાં તણાયેલી મહિલાનો મૃતદેહ NDRFના હાથે લાગ્યો, બે દિવસથી હતી લાપતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.