રાજકોટઃ સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાના નવા વોરિયન્ટનો હાહાકાર જોવા (2500 doses of Covexin in Rajkot )મળી રહ્યો છે. એવામાં ભારતમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં હાલ કોરોનાની વેક્સિન સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે.
લોકો ડોઝની રાહ જુએ છે: આરોગ્ય તંત્ર દ્વારા રાજકોટ મનપાને 2500 કોવેકસીનના ડોઝ મોકલવામાં આવ્યા છે. જે મનપા તંત્ર દ્વારા જુદા જુદા આરોગ્ય કેન્દ્રો પર ફાળવવામાં આવ્યા હતા. આ કેન્દ્રો પર ધીમી ગતિએ રસીકરણ ચાલુ થયું હતું. રાજકોટમાં આમ તો વેકસીનનો ત્રીજો ડોઝ અંદાજીત 3 લાખ લોકોએ જ(midst of Corona crisis ) લીધો છે. તેમજ 23.4 ટકા નાગરિકે પ્રિકોશન ડોઝ લીધા છે. 11.53 લાખ લોકોએ બે ડોઝ લઇ લીધા છે. બાકીના નાગરિકો માટે ચૂંટણી પૂર્વે ફ્રી વેકસીનની જાહેરાત કરવા છતાં ડોઝ લેવા માટે જરાય પણ ઉત્સાહ દાખવ્યો ન હતો પરંતુ કોરોનાનો ખતરો વધતા હવે લોકો ડોઝની રાહ જુએ છે. જેને લઈને 2500 ડોઝ આરોગ્ય કેન્દ્રો પર મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભારતના આગામી 40 થી 45 દિવસ જોખમી, આવી શકે છે કોરોનાનું ચોથું મોજું
ત્રીજો ડોઝ આપી શકાય: કોવેકસીન રસી આમ તો બહુ ઓછા લોકોને આપવામાં આવી છે. રાજકોટમાં જેઓને કોવેકસીનનો ત્રીજો પ્રિકોશન ડોઝ આપી શકાય તેમ છે તેમાં 10,500 જેટલા લોકોનો સમાવેશ થાય છે. આ નાગરિકો કેન્દ્ર પર જઇને રસી લઇ શકે છે. પ્રથમ બે ડોઝ જે વેકસીનના લેવામાં આવ્યા હોય તેનો જ ત્રીજો ડોઝ આપી શકાય છે. ઉલ્લેખનીય છે કે આવતા સપ્તાહે રાજકોટને કોવિશિલ્ડના નવા ડોઝ મળે તેવી શકયતા છે.