રાજકોટ : 19મેના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં રૂપિયા 2000ની નોટ બંધ કરવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. જેને લઇને દેશવાસીઓ દ્વારા પોતાની પાસે રહેલી 2 હજારની નોટ દુકાન અથવા પેટ્રોલ પંપ પર વટાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં લોકો 2 હજારની નોટ દુકાનો અથવા પેટ્રોલ પંપ પર વટાવીને અલગ અલગ પ્રકારની ખરીદી કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ફુલછાબ ચોકમાં આવેલા ઈગલ પેટ્રોલ પંપની બહાર બોર્ડ મારવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે, રૂપિયા 100 અને 200નું પેટ્રોલ પુરાવતી વખતે 2,000ની નોટ સ્વીકારવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આડકતરી રીતે પેટ્રોલ પંપ દ્વારા 2,000ની નોટ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રજાની હાલાકી દૂર થાય, શાંતિથી 2 હજારની નોટ બંધ થાય અને બેંકોમાં પરત આ નોટ જઈ શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જ્યારે કોઈ નાનો માણસ હોય જેની પાસે વધારે પૈસા ન હોય અને તેને કોઈ ઈમરજન્સી માટે પોતાના પર્સમાં એક મોટી નોટ રાખી હોય જેમાં પણ અચાનક પેટ્રોલ પુરાવાનું થાય અને પેટ્રોલ પંપ વાળા આ નોટ લેવાની ના પાડે જેના કારણે સામાન્ય માણસ ખૂબ જ હેરાન થઈ શકે છે. - સી.એમ ચાવડા (ગ્રાહક)
નાના માણસોની વ્યથા : વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રકારના નિર્ણય મામલે પેટ્રોલ પંપ ધારકોએ નાના માણસોની વ્યથા સાંભળીને તેમની પાસે રહેલી 2000ની નોટ સ્વીકારવી જોઈએ. જેના કારણે તે હેરાન ન થાય. જ્યારે સરકાર દ્વારા 2000ની નોટ બંધ કરવાનો નિર્ણય જે લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય છે. પરંતુ આ નિર્ણયના કારણે નાના માણસોને કોઈપણ જાતની તકલીફ પડવાની નથી.
સરકાર દ્વારા શુક્રવારની સાંજે નિર્ણય લેવામાં આવ્યો કે, 2000ની નોટ પાછી ખેંચવામાં આવશે. જેના કારણે અમારા પેટ્રોલ પંપ પર આવતા ગ્રાહકો માત્ર 100 અને 200નું પેટ્રોલ પુરાવીને 2000ની નોટ આપતા હતા. જેની સામે અમારે છુટા પૈસા આપવામાં ખૂબ જ તકલીફો પડી રહી હતી એટલે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. - પ્રિન્સ હીરાણી (પેટ્રોલ પંપના મેનેજર)
2000ની આવી રીતે સ્વીકારવામાં આવશે : જ્યારે આ નિર્ણયથી સામાન્ય લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે, પરંતુ પેટ્રોલ પંપ પર લોકો પેટ્રોલ પંપ પુરાવા આવે છે અને 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવે છે અને 1800 રૂપિયા અમારે ચેન્જ આપવો પડે છે. આવા અનેક લોકો સાંજ સુધીમાં આવે છે ત્યારે અમે કેટલા લોકોને આ 1800 રૂપિયા ચેન્જ આપીએ, એવામાં અમારા પેટ્રોલ પંપ એસોસિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકો 2000નું પેટ્રોલ અથવા ડીઝલ પૂરાવશે તેમની જ 2000ની નોટ અમે સ્વીકારશું.
2000 note ban effect: 2000ની નોટ બંધીથી હીરા ઉદ્યોગના નાના વેપારીઓને મુશ્કેલી થઈ શકે
2000 Rs Notes : ભાવનગરના લોકોને 2000ની નોટને લઈને રાહત, સોની બજારમાં કરો મુક્ત
2000 Rs Notes : 2000ની નોટોનો નિકાલ કરવા તમે જ્વેલરી ખરીદી શકો છો, પણ...