ETV Bharat / state

ડુંગળીના ભાવમાં આગઝરતી તેજી, ગોંડલ યાર્ડમાં 20 કિલોના રૂ.631 બોલાયા

રાજ્યમાં આ વર્ષે ચોમાસાની સિઝનમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ વર્ષે ભારે વરસાદના કારણે ડુંગળીના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પરિણામે ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.

Gondal marketing Yard
ડુંગળીના ભાવમાં આગઝરતી તેજી
author img

By

Published : Sep 26, 2020, 7:01 PM IST

રાજકોટઃ ડુંગળીના ભાવ ઘણી વખત ખેડૂતો અને ગૃહિણીઓ રડાવતા હોય છે. પરંતુ આ વર્ષે રાજ્યમાં પડેલા સતત વરસાદને કારણે ખેડૂતોના ડુંગળીના પાક પર પાણી ફરી વળ્યું છે. ડુંગળીના પાકમાં ખેડૂતોના ખાતર, દવાના ખર્ચાઓના અંતે પણ ડુંગળીના પાકને અનૂકુળ હવામાન ન હોવાની અને સાથે-સાથે રોગચાળાના કારણે ડુંગળીનો પાક નિષ્ફળ થઇ રહ્યો છે. ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

ડુંગળીના ભાવમાં આગઝરતી તેજી

ખેડૂતોનો ડુંગળીનો પાક નિષ્ફળ જવાની સાથે ગત વર્ષે ઉનાળામાં મોટાભાગના ખેડૂતોએ ઉત્પાદન કરેલી ડુંગળીનો પાક અસહ્ય ગરમીને કારણે બગડી ગયો છે. જેના કારણે ખેડૂતોને ડુંગળીનો પાક ભાવ મળે તે પહેલા જ ફેંકી દેવો પડ્યો છે. ત્યારે માર્કેટ યાર્ડમાં ડુંગળીની ઓછી આવક કારણે ડુંગળીના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે.

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની રોજીંદી આવક માત્ર 5થી 6 હજાર કટ્ટાની જોવાં મળી રહી છે. આ સાથે જ ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 81/-થી લઈને 631/- સુધીના તેમજ સરેરાશ ભાવ 481/- સુધીના બોલાયા હતા.

ડુંગળીના નિષ્ફળ ગયેલા પાક અને માલની અછતના કારણે ખેડૂતોને પણ ડુંગળીના બિયારણો ઉંચા ભાવે ખરીદવાની ફરજ પડી રહી છે. ત્યારે આગામી દિવસોમાં જાણકારોના મત મુજબ ડુંગળી ભાવમાં ખેડૂતો અને રસોડાની રાણી બન્નેને રડાવતી થશે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના નિષ્ફળ ગયેલા ડુંગળીના પાકને કારણે આગામી દિવસોમાં ડુંગળીના ભાવ કેવાં રહેશે તે તો આગામી સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.