રાજકોટ: ગોંડલ ગ્રામ્યમાં સુરત-અમદાવાદ મુંબઈથી માણસો આવી રહ્યા છે, એ વિસ્તારો રેડ હોવાથી તેમજ તેમના આવવાથી સ્થાનિક સંક્રમણ વધવા ન લાગે તેની તકેદારી રૂપે સરકારી તંત્ર એવી વ્યવસ્થા ગોઠવી છે કે, જે તે ગામમાં મુસાફરોની બસો આવે અથવા મુસાફરો આવે તો તુંરત જ તમામનું હેલ્થ સેન્ટરમાં ચેકઅપ કરવામાં આવે છે. આ સાથે જ તેમના નામ સરનામાં ક્યાંથી આવ્યા તેની પત્રકમાં નોંધ થઈ જાય છે. આ ડેટા અપડેશન માટે તાલુકામાં 30 ક્લસ્ટર અધિકારીઓએ લોકોને ગામડે ગામડાની જવાબદારી સોંપાઈ છે. ડેટા તૈયાર થઈ જાય એના આધારે ઘરે-ઘરે હોમ કોરોન્ટાઇનના પોસ્ટર લગાવીને હેલ્થ વિભાગની ટીમ પ્રાથમિક તપાસ કરે છે.
જ્યારે કુંડલ પ્રાંત અધિકારી રાજેશ ચાલે કુંડલી આઇએમએ બ્રાન્ચ ડેન્ટિસ્ટ એસોસિએશન અને મેડિકલ પ્રેક્ટિશનર એસોસિયેશન સાથે મિટિંગ બાદ 150 જેટલા તબીબોને મદદ માટે લીધા છે. ગોંડલ શહેર તાલુકામાં કોઈ વ્યક્તિ આવી પહોંચવાના ચોથા, આઠમા અને 12માં દિવસે તેમનો સંપર્ક કરી કોઇ શંકાસ્પદ લક્ષણો છે કે, કેમ એ ચકાસીને કાઉન્સેલિંગ કરશે.વધુમાં ડોક્ટર સુખવાલા સાહેબે Etv ભારતને જણાવ્યા અનુસાર જો કેસની સંખ્યા વધશે અને જો રાજકોટમાં ફેસિલિટી ના હોય તો ગોંડલ ડૉકટર્સે તમામ પ્રકારની તૈયારી કરી છે. ગોંડલમાં વધુ સારવારની જરૂર પડે તો ગોંડલ તબીબોની ટીમ એક કોવિડ 19ની હોસ્પિટલમાં તમામ પ્રકારની ફેસેલિટી ઉભી કરીને ટ્રીટમેન્ટ આવવાની તૈયારી કરી છે. જ્યારે અત્યારે ગોંડલમાં 12 થી 15 જેટલા વેન્ટિલેટર ગોંડલમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં છે. ગોંડલ અને તાલુકામાં કોવિડ 19 ના દર્દીને કોઇ પણ જાતની સારવારમાં ઉણપ રહેવા દેવામાં આવશે નહિ.