ETV Bharat / state

રાજકોટ જિલ્લામાં કોરોનાનો હાહાકાર, 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા - Corona virus update of rajkot

રાજકોટમાં જિલ્લાસ્તરે કોરોના જોખમ વધી રહ્યું છે. ગુરુવારે ધોરાજીમાં 6, ઉપલેટામાં 3, જામકંડોરણામાં 1, ગોંડલમાં 2, જેતપુરમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

રાજકોટ જિલ્લામાં કોરોનાનો હાહાકાર, 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jul 23, 2020, 4:57 PM IST

રાજકોટ: રાજકોટ શહેરમાં જેમ નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે તેમ જિલ્લા તેમજ ગ્રામ્યમાં પણ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લેવાના તંત્રના અથાગ પ્રયત્નો છતાં પણ શહેરમાંથી ગ્રામ્ય સ્તરે કોરોનાનું જોખમ વધી રહ્યું છે.

રાજકોટ જિલ્લામાં કોરોનાનો હાહાકાર, 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ જિલ્લામાં કોરોનાનો હાહાકાર, 13 નવા પોઝિટિવ કેસ નોંધાયા

ધોરાજીના પાંચપીર દરગાહ પાસે બહારપુરા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધા, જામકંડોરણા રોડ પર આવેલ બંસીધર પેકેજીંગ રહેતા 30 વર્ષીય યુવક, ધોરાજીના પીપરવાડી પાવર હાઉસ પાસે રહેતા 35 વર્ષીય યુવાન, ધોરાજીના BAPS જૂનાગઢ રોડ પર રહેતા 40 વર્ષીય પુરુષ, ધોરાજીના માતાવાડી વિસ્તારમાં શ્રીજી કોટન પાસે રહેતા 25 વર્ષીય યુવક અને ધોરાજી રંગારી મહોલ્લા વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો હતો. અત્યાર સુધીમાં ધોરાજીમાં કુલ કોરોના પોઝિટિવ કેસ 116 નોંધાયા છે જ્યારે અને 6 ના મૃત્યુ થયા છે.

ઉપલેટામાં ગુરુવારે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. બડાબજરંગ રોડ પર રહેતા 53 વર્ષીય મહિલા, ઉપલેટાના ગાઝી પ્લોટ વિસ્તારમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ, ઉપલેટાના સ્મશાન રોડ પર રહેતા 22 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. ઉપલેટામાં અત્યાર સુધીમાં કુલ 50 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1નું મોત થયું છે.

જામકંડોરણાના કુંભારવાડામાં રહેતા 60 વર્ષીય વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જામકંડોરણામાં અત્યાર સુધીમાં કુલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલ શહેરમાં ચોરડી દરવાજા પાસે ફૂલવાડી શેરીમાં રહેતા 42 વર્ષીય પુરુષ અને ગાયત્રીનગરમાં રહેતા 66 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્ય મળીને કુલ 87 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 39 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે 44 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 4 દર્દીઓના મોત નીપજ્યા છે.

જેતપુરમાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે જેતપુરમાં કુલ કોરોનાના 59 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.