- રાજકોટના 12 ગામોમાં 100 ટકા રસીકરણ કરવામાં આવ્યું
- કેટલાક ગામડામાં જોવા મળી રહ્યો છે જાગૃતનો અભાવ
- હાલામાં પણ લોકો કોરોના રસી લેતા ડરી રહ્યા છે
રાજકોટઃ દેશભરમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે હવે કોરોનાની સ્વદેશી વેક્સીન પણ આવી ગઈ છે. જે ને અલગ-અલગ રાજ્યોમાં મોટા પ્રમાણમાં આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા અને શહેરમાં પણ કોરોનાની વેક્સીન આપવાની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં 45 વર્ષથી વધુની વયના અને ગંભીર બીમારીઓ ધરાવતા લોકો સાથે 60 વર્ષની વયના સિનિયર સીટીઝનને કોરોનાની વેક્સીન આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 12 જેટલા ગામોમાં 100 % વેક્સિનેશનનું કામ પૂર્ણ થયું છે, પરંતુ કેટલાક ગામોમાં હજુ પણ લોકો સ્વેચ્છાએ કોરોના વેક્સીન લેવાની ના પાડી રહ્યા છે. જેની સામે તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે.
રાજકોટ જિલ્લાના 12 ગામોમાં 100% વેકસીનેશન, કેટલાક ગામોમાં જાગૃતિનો અભાવ 12 જેટલા ગામોમાં 100 ટકા વેક્સીન આપવામાં આવીહાલ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વેક્સીન આપવાની પ્રક્રિયા શરૂ છે. ત્યારે ETV Bharat દ્વારા રાજકોટ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી નિલેશ શાહ સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે દરરોજ ચારથી પાંચ ગામોમાં સંપૂર્ણ સો ટકા જેટલું વેક્સિનેશન થઈ રહ્યું છે. તેમજ કર્મચારીઓને જે પણ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તે ખૂબ જ સહેલાઈથી પૂરો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 12 જેટલા ગામોમાં 100 ટકા વેક્સિનેશનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે આગામી એક અઠવાડિયામાં લગભગ રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં વેકસીનેશન આપવામાં આવશે.ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સીન અંગેની જાગૃતિનો અભાવરાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કોરોનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે કેટલાક ગામોમાં વેક્સીન લેવા અંગેની જાગૃતતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. જે અંગે ETV Bharatએ સોખડા ગામના સરપંચ વિજયભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં લોકો કોરોના વેક્સીન લેતા ગભરાતા હતા. તેમજ વેક્સીન અંગે પણ ગ્રામજનોમાં જાગૃતિનો અભાવ જોવા મળતો હતો, પરંતુ આજે લગભગ ગામમાં 10 થી 12 લોકોએ કોરોનાની વેક્સિન લઈ લીધી છે. જ્યારે અમે પણ લોકોને સમજાવી રહ્યા છીએ કે વેક્સિન લેવી જોઈએ. જેના કારણે કોરોના મહામારી જેવી બીમારી સામે રક્ષણ મેળવી શકાય.રાજકીય, ધાર્મિક નેતાઓનોની મદદ લેવાઈ : આરોગ્ય અધિકારીરાજકોટ જિલ્લાના કેટલાક ગામોમાં લોકો હજુ પણ કોરાની વેક્સિન લેવા અંગે ગભરાઈ રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારી વધુમાં જણાવ્યું હતું કે અમે આ માટેના પ્રયાસો શરૂ કર્યા છે. જ્યારે ગામના જ અગ્રણીઓ અને રાજકીય તેમજ ધાર્મિક નેતાઓનો પણ સંપર્ક સાધ્યો છે. તેઓ પણ આ કામમાં લોકોમાં વેક્સીન અંગેની જાગૃતિ ફેલાવે તે માટે તેમની મદદ લેવામાં આવી રહી છે. આ સાથે જ ગામના સરપંચ, તલાટી મંત્રીઓ, મામલતદારોને પણ બને એટલા વધુમાં વધુ લોકોને કોરોના વેક્સિન લેવા માટે જાગૃત કરે તે માટેની સુચનાઓ જાહેર કરી છે. જ્યારે રાજકોટ જિલ્લો પણ મોટો હોવાના કારણે મોટી સંખ્યામાં લોકોને કોરોના વેક્સીન આપવાનું કામ અમે લગભગ અત્યાર સુધીમાં 50 ટકાનો ટાર્ગેટ પૂર્ણ કરી લીધો છે.31 માર્ચ સુધીમાં તમામ ગામોમાં 100 ટકા વેકસીનેશન થઈ જશેરાજકોટ જિલ્લામાં 45 વર્ષની વય ધરાવતા અને ગંભીર બીમારી ધરાવતા તેમજ 60 વર્ષથી ઉપરના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો નોંધાયા છે. ત્યારે આ તમામનું વેક્સિનેશન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 70 હજારથી વધુ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. ત્યારે કેટલાક ગામોમાં સ્વૈચ્છિક રીતે લોકો સ્વય આગળ આવીને કોરોના વેક્સીન લઇ રહ્યા છે. જેને લઇને મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 31 માર્ચ સુધીમાં રાજકોટ જિલ્લાના તમામ ગામોમાં અમે 100 ટકા વેક્સિનેશન કરી નાંખશું તેવી અમારી અપેક્ષા છે. જ્યારે હાલ પણ અમે વેક્સિનેશનનું કામ પૂરજોશમાં કરી રહ્યા છીએ.