રાજકોટ : રાજસ્થાનના બાડમેરથી ભવરલાલ ચૌધરી ઉંમર વર્ષ 18 નામનો યુવાન મજૂરીકામ માટે આવ્યો હતો. તે દરમિયાન તંત્ર દ્વારા તેને કોરોન્ટાઇન પણ કરવામાં આવ્યો હતો. જ્યારે તેનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા જિલ્લાભરનું આરોગ્ય તંત્ર અને પ્રશાસન દોડી ઉઠયું હતું. જેમાં શ્રમિક યુવાન કોરોના પોઝિટિવ હોવાની જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી, ગોંડલ તાલુકા હેલ્થ ઓફિસર જી.પી.ગોયલ ડૉ. દિવ્યા પામનાની, ડૉ .રવિ વાઘસિયા અને ગોંડલ મામલતદાર ચુડાસમા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી અને ગોંડલ સિટી પોલીસને જાણ થતા સ્થળ પર દોડી કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે બુધવારે સરધાર નજીક ખારચીયામાં 2 માસની બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હતો, અને કોટડાસાંગાણી તાલુકાના શાપર વેરાવળ અને વડિયા ગામે પણ બે કેસ નોંધાયા હતા. જેમાં પોઝિટિવ રીપોર્ટ આવનારના સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઈન કરવા તંત્ર કામે લાગ્યુ હતું.