ભાવનગર: લગ્નગાળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે કન્યા અને વર પક્ષ દ્વારા કંકોત્રીઓ છપાવવા આવે છે, સરળ લાગતુ આ કાર્ય પણ ખુબ સમય, પૈસા અને ધૈર્ય માંગી લેતું હોય છે. જોકે, કંકોત્રીની બજારમાં કંકોત્રીનું સ્થાન ડીઝીટલ યુગમાં ક્યાં છે. શું હિન્દૂ પરંપરામાં કંકોત્રીએ હજુ પોતાનું સ્થાન કાગળ પર જાળવી રાખ્યું છે. વ્યાપારીઓ,ગ્રાહકો શુ માની રહ્યા છે. આજના યુગમાં ભાવ અને વેરાયટીઓ કેવી છે. આ બધું ઈટીવી ભારતે જાણવાનો પ્રયાસ કર્યો છે. તો ચાલો આ અહેવાલમાં આપને જણાવીએ વિસ્તારથી...
કંકોત્રીની પસંદગી: ભાવનગરના બિઝનેસ સેન્ટરમાં આવેલા આદિનાથ નામના કંકોત્રીના શો રૂમની મુલાકાત દરમિયાન કંકોત્રીઓમાં અનેક જાતની વેરાયટીઓ જોવા મળી હતી. જો કે ત્યાર બાદ દુકાનના સંચાલક મહિલા સાથે તમામ મુદ્દે વાત કરી હતી.
ભાવનગરમાં કંકોત્રીના વ્યવસાય સાથે જોડાયેલા ઋત્વિબેને જણાવ્યું હતું કે, અત્યારે બધા લેટેસ્ટ કંકોત્રી માંગે છે, જેવી કે ડિજિટલ ચાલે છે, પરંતુ તેનો ટ્રેન્ડ અત્યારે વધ્યો છે. એક સમય એવો આવશે કે ડિજિટલમાંથી જે માણસો ડિજિટલ કરે છે એને સંબંધો નહીં રહે, કેમ કે આવવા જવાનું બંધ થઈ જશે. એકબીજાને મળવાનું બંધ થઈ જશે અને અત્યારે વધારે લેટેસ્ટ કંકોત્રી ચાલે છે. આ રીતે બધી જ અને રજવાડીમાં પણ ચાલે છે.
કંકોત્રીના ભાવ અને કેવી રહે છે વેરાયટી સાથે માંગ
ઋત્વિ બેને વધુમાં જણાવ્યું હતું કે, કંકોત્રીના ભાવ 5 રૂપિયાથી લઈને 200 રૂપિયા, 250 રૂપિયા અને 500 રૂપિયા સુધી ચાલે છે. લોકો અત્યારે હજાર બે હજારની કોન્ટીટીમાં કંકોત્રી છપાવે છે. કંકોત્રી અત્યારે 25 થી લઈને 40 સુધી અને એનાથી અપ જાય છે, તો 55 થી લઈને 200 સુધી છે. વેરાયટીમાં બોક્સ, સાદી, રજવાડી, વેવાઈ, મીડિલ જેવી કંકોત્રીની માંગ છે.
લોકોની પસંદ ડીઝીટલ યુગમાં જીવંત કાગળની કંકોત્રીમાં
શો રૂમમાં આવેલા જયેશભાઇ નામના એક ગ્રાહકે ઈટીવી ભારત સાથે વાતચીત દરમિાયન જણાવ્યું હતું કે, તેમના પુત્રના લગ્ન નજીક આવી રહ્યા છે, ત્યારે તેઓ કંકોત્રી જોવા આવ્યા હતા. કંકોત્રી પસંદ કરવા આવેલા જયેશભાઇ જાદવે જણાવ્યું હતું કે મારા પુત્રના મેરેજ છે, એટલે કંકોત્રીની પસંદગી કરવા માટે આવ્યો છું, અહીં દરેક ભાવમાં બધું અનુકૂળ મળી રહે છે, હું અત્યારે જોવ છું 30 રૂપિયાથી લઈને 50 સુધીની જે બોક્સમાં છે. ડિજિટલ આ યુગમાં તો રહેશે પણ હવે કંઈક નવો ટ્રેન્ડ આવશે એમ બજારમાં.
એક સમય હતો જ્યારે કંકોત્રીની બોલબાલા હતી: કંકોત્રીના શો રૂમમાં કામ કરતા મયુરભાઈએ જણાવ્યું હતું કે, ડીઝીટલ સમય ન્હોતો, ત્યારે એક દસકો કંકોત્રીનો હતો. અંદાજે 1985 થી લઈને 1995 સુધી કંકોત્રીનો જમાનો હતો. કોઈ પ્રસંગ હોઈ ઘરમાં એટલે કંકોત્રી દરેક વ્યક્તિ લગ્નમાં છપાવતા હતા. ત્યારે એક કંકોત્રી 2 રૂપિયાની મીડીયમ રેન્જમાં થઈ જતી. ત્યાર બાદ ધીરે ધીરે ટ્રેન્ડ ઘટ્યો પણ વેરાયટીમાં લોકો માંગવા લાગ્યા પણ તેની માંગનું પ્રમાણ મીડીયમ હોય છે.