મોરબી: સીટી બી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ઇન્દિરાનગર અને વિસીપરા વિસ્તારમાં ચીખલીગર ગેંગ દ્વારા થયેલ ચોરીના ગુનાના ભેદ ઉકેલવા વિવિધ સ્થળના આશરે 200 જેટલી જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી હતી. આ ઉપરાંત હ્યુમન સોર્સને પણ કામે લગાડવામાં આવ્યા હતા, જે દ્વારા બાતમી મેળવી હતી. આ બાતમી અનુસાર, ચોરીના ગુનામાં સંડોવાયેલ ચીખલીગર ગેંગનો એક માણસ નંબર પ્લેટ વગરના બાઈકની ચોરીઓ કરવાના ઈરાદે રેકી કરવા આવનાર છે. આ બાતમીના આધારે પોલીસે જામનગરથી પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ થઈને મોરબી શહેરના પહેલા આવતા નવલખી ફાટક પાસે વોચ ગોઠવી રાખી હતી. જે દરમિયાન ચોર રેકી કરવા આવતા બી ડીવીઝન પોલીસે 19 વર્ષીય યોગેશ્વરધામ ખોડીયાર કોલોનીમાં રહેતો આરોપી સોનુસિંહ શેરસિંહ રણજીતસિંહ ખીરચીને ઝડપી લીધો હતો.
ઝડપાયેલ આરોપી પાસેથી પોલીસે રૂપિયા 21,092 કિંમતના ચાંદીના 8 સાંકળા તેમજ ચોરીના ગુનામાં વપરાયેલ બાઈક અને રૂપિયા 35,000 નો મુદામાલ કબજે લીધો છે. આરોપીને ઝડપી પાડી મોરબી પોલીસે બી ડીવીઝનમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલી નાખ્યા છે.
તમને જણાવી દઈએ કે, આરોપીઓ ભૂંડ પકડવાનો ધંધો કરતા હોવાથી તેઓ અલગ અલગ વિસ્તારમાં ભૂંડ પકડવા જતી વખતે રેકી કરી રાત્રીના સમયે તાળા મારેલ મકાનમાં ચોરી કરતાં હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
આ સમગ્ર કાર્યવાહીમાં બી ડીવીઝન પીઆઈ એન.એ. વસાવા, પીએસઆઈ એન.ઓ. અબડા, જગદીશભાઈ ડાંગર, ભરતભાઈ ખાંભરા, રાજેશભાઈ ડાંગર, વિજયભાઈ ચાવડા, પ્રદીપસિંહ ઝાલા, બ્રિજેશભાઈ બોરીચા, અજયસિંહ રાણા, રમેશભાઈ રાઠોડ, દશરથસિંહ મસાણી, સંજયભાઈ લકુમ, સુખદેવભાઈ ગઢવી અને પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ જોડાયેલ હતી.
આ પણ વાંચો: