આ કૂવાની અંદર ગેસ હોવાને કારણે ગેસ ગળતર થતાં મૃતક રામસીંગનું ગુંગણામણના કારણે મોત નિપજ્યું હતું. આ ઘટનાને કારણે ત્યાં રહેલા લોકોએ તાત્કાલિક 108 ને ફોન કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી. 108 દ્વારા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. તેમને કાઢવા માટે કુતિયાણા તેમજ પોરબંદર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચી હતી.
ફાયર ફાયટરની ટીમ દ્વારા 2 કલાકના રેસક્યુ બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે PM માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.