ETV Bharat / state

પોરબંદરમાં અવિવાહિત વૃદ્ધની 7 કરોડની જમીન પચાવી પાડવા મહિલાએ લગ્નનું ખોટું સર્ટિફિકેટ બનાવ્યું - પાવર ઓફ એટર્ની

પોરબંદરમાં રહેતા વૃદ્ધની જમીન પર નજર રાખીને બેઠેલી એક મહિલાએ પોતાને વૃદ્ધની પત્ની ગણાવી જમીન પચાવી પાડવાની કોશિશ કરી છે. પોરબંદરના ખાખ ચોકમાં રહેતા એક વૃદ્ધની ખાપટ ખાતે 5થી 7 કરોડની જમીન પચાવવાની કોશિશ એક મહિલાએ કરી છે. જોકે આ વૃદ્ધ અવિવાહિત છે. આરોપી મહિલા પોતે તેની પત્ની હોવાનું ખોટું લગ્ન સર્ટિફિકેટ બનાવી વૃદ્ધના નામે સ્ટેમ્પ ખરીદી ખોટા દસ્તાવેજ બનાવી લીધા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મહિલા સહિત એક શખ્સ ઉપરાંત સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

પોરબંદરમાં અવિવાહિત વૃદ્ધની 7 કરોડની જમીન પચાવી પાડવા મહિલાએ લગ્નનું ખોટું સર્ટિફિકેટ બનાવ્યું

author img

By

Published : Nov 28, 2020, 1:17 PM IST

  • પોરબંદરમાં બોગસ દસ્તાવેજ ઊભા કરી વૃદ્ધની 5થી 7 કરોડની જમીન પચાવી પાડી: ફરિયાદ નોંધાઈ
  • મહિલાએ વૃદ્ધની પત્ની અંગેનું બોગસ સર્ટિ મેળવી વૃદ્ધના નામે સ્ટેમ્પ ખરીદી ખોટા દસ્તાવેજ બનાવ્યા
  • સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા મહિલા અને શખ્સો સામે પોરબંદર પોલીસે ગુનો નોંધ્યો

પોરબંદરઃ ખાખચોક વિસ્તારમાં રહેતા બદરુદ્દીન ગુલામહુસેૈન આડતિયા નામના 75 વર્ષીય વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પોતે અભણ છે અને લગ્ન કર્યા નથી. આ વૃદ્ધની વડીલોપાર્જિત ખેતીની જમીન ઉદ્યોગનગર પોલીસ મથક નજીક આવેલી છે. આ જમીન વર્ષ 2015થી પોતે એક માત્ર માલિક છે. 29 જૂન 2020ના રોજ આ વૃદ્ધે જિલ્લા સેવા સદનમાંથી 7/12 અને 8/અના દસ્તાવેજ મેળવતા વૃદ્ધ ચોંકી ઉઠ્યા હતા. તેમાં તેમની જમીન ખાંભોદરના ખીમા લખુ ગોઢાણિયાના નામે રજિસ્ટર્ડ થઈ હતી. આથી દસ્તાવેજની ખરી નકલ મેળવતા દસ્તાવેજમા વૃદ્ધના પત્ની તરીકે કોઈ રોશનબેન નામની મહિલા બતાવેલ હતી અને આ વૃદ્ધે તેની પત્નીને પાવર ઓફ એટર્ની આપી દીધો હોઈ તેવું દર્શાવ્યું હતું અને તેમાં વૃદ્ધની સહી હતી, પરંતુ વૃદ્ધ અભણ છે.

મહિલાએ કાટકોલા ગ્રામ પંચાયતમાં લગ્ન થયાના ખોટા પુરાવા બનાવ્યા હતા

જમીન પચાવવા માટે આ મહિલાએ 25 જૂન 2019ના ભાણવડ નજીક કાટકોલા ગ્રામ પંચાયતમા આ મહિલા રોશન બેન અને 8 બદરૂદીનના લગ્ન થયાના ખોટા પૂરાવા બનાવ્યા હતા અને લગ્ન નોંધણી કરાવી તેના આધારે બોગસ દસ્તાવેજ ખોટી સહી કરી એક એડવોકેટ અને નોટરી પાસે જૂની કોર્ટ ખાતે બનાવ્યો હોવાનું અને આ જમીન માત્ર રૂ. 40 લાખમાં વેચાણ કરેલ હોવાનું જાણવા મળતા વૃદ્ધ ચોંકી ઉઠ્યા હતા. હકીકતમાં વૃદ્ધે આજ દિન સુધી લગ્ન કર્યા ન હતા. આ જમીન અંદાજે રૂ. 5થી 7 કરોડની હોઈ, જેથી આ વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રોશનબેન નામ ધારણ કરનારી અજાણી મહિલા, ખાંભોદરનો ખીમા લખુ ગોઢાણિયા તથા આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.