- પોરબંદરની લેડી હોસ્પીટલ ખાતે ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરાશે
- ઓક્સીજન પ્લાન્ટનો સામાન આજ રોજ લેડી હોસ્પીટલ લવાયો
- કોરોનાની ત્રીજી વેવ આવે તો તેને પહોચી વળવા આગોતરી તૈયારી
પોરબંદર: વલ્લભ યૂથ ઓર્ગેનાઇઝેશન- VYOના ઉપક્રમે ગુજરાતના વિવિધ શહેરોમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah)ના હસ્તે નવ ઓક્સિજન પ્લાન્ટનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગરથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ VYOના સંસ્થાપક વૈષ્ણવાચાર્ય પૂ. શ્રી વ્રજરાજકુમારજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવ ઓક્સિજન પ્લાન્ટમા એક પ્લાન્ટ પોરબંદર જિલ્લાને ફાળવવામા આવ્યો છે. પોરબંદરની એમ.આર.હોસ્પિટલ (લેડીઝ હોસ્પિટલ) ખાતે ઓક્સીજન પ્લાન્ટનો સામાન આવી પહોચ્યો છે. સિવિલ હોસ્પીટલ બાદ લેડી હોસ્પીટલ ખાતે પણ નજીકના ભવિષ્યમા ઓક્સીજન પ્લાન્ટ ઉભો કરાશે. આ માટેનો સામાન પણ આવી ગયો છે.
PM કેર ફંડ દ્વારા નવા PSA પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની માગ ખૂબ વધી ગઈ હતી ઓક્સિજનની માંગ દૈનિક 8000 મે. ટનથી વધીને 10,000 મે. ટન સુધી પહોંચી ગઈ હતી, તેવા સમયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની સાથે સાથે VYO જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઓક્સિજન ઉપલબ્ધ કરવાની પહેલ ખૂબ જ સરાહનીય રહી છે. PM કેર ફંડ દ્વારા નવા PSA પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યની ઓક્સિજન માગ પૂર્ણ કરી શકાય.
![zzz](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-03-oxygenplant-10018_03062021191104_0306f_1622727664_978.jpeg)
ત્રીજી વેવ સામે મક્કમતાથી લડવા આપણે તૈયાર છીએ: મુખ્ય પ્રધાન
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, પૂ. વ્રજરાજકુમારજીના નેતૃત્વમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને તેના લાખો વૈષ્ણવજનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન, સમાજ સેવા, માનવ સેવા અને રાષ્ટ્ર સેવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કોરોનાની બીજી વેવમાંથી આપણે ઝડપી બહાર આવી રહ્યા છીએ જ્યારે ત્રીજી વેવ સામે મક્કમતાથી લડવા આપણે તૈયાર છીએ.
આ પણ વાંચો : VYO સંસ્થા દ્વારા રાજ્યમાં 9 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયા, કેન્દ્રિય ગૃહપ્રધાનના હસ્તે લોકાર્પણ