પોરબંદરઃ જિલ્લામાં સરકાર દ્વારા જાહેર કરેલા કોરોન્ટાઇન સેન્ટરોમાં ગોઢાણીયા કોલેજમાં અને સાંદિપનીની બાજુ આત્માની ખેતીવાડી તાલીમ કેન્દ્ર સરકારી ખર્ચે કરવામાં આવે છે અને વ્યક્તિ પોતાના ખર્ચે રૂમ ભાડું ચૂકવીને ચોપાટીની બાજુમાં આવેલા તોરણ બંગલામાં રહી શકે છે. તોરણ બંગલોમાં એક વ્યક્તિએ ભાડું ચૂકવીને એક જ રૂમમાં રહેવાની નિયમોની ફરજ પાડવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સાંદીપની બાજુમાં ખેતીવાડી તાલીમ કેન્દ્રમાં અને કોલેજમાં એક જ રૂમમાં બે, પાંચ કરતાં વધારે વ્યક્તિઓને રાખવામાં આવે છે અને આ બધાને સંયુક્ત રીતે એક જ બાથરૂમ અને શૌચાલયનો ઉપયોગ કરવામાં આવે છે અને મચ્છરોનો ત્રાસ પણ ખૂબ જ છે તેવી અનેક ફરિયાદો ઉઠી છે.
રામદેવ મોઢવાડિયાએ રાજ્ય સરકારને વિનંતી કરી કે, પોરબંદરમાં રેડ ઝોનમાંથી આવનાર વ્યક્તિને નિયમોનું પાલન કરાવો અને તેને જે જગ્યાએ રાખવામાં આવ્યો છે, તેને દરરોજ સેનિટાઇઝ કરવામાં આવે.