પોરબંદર: વાયબ્રન્ટ- ગુજરાત વાયબ્રન્ટ પોરબંદર અંતર્ગત આજે પોરબંદરમાં તાજાવાલા હોલમાં જિલ્લાના પ્રભારી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાયબ્રન્ટ સમિટમાં ફિશરીઝ,પ્રવાસન,પોર્ટ,મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ રૂપિયા 449 કરોડના 546 MOU થયા હતા.
યુવાનોને રોજગારી મળશે: પોરબંદર જિલ્લાની વાયબ્રન્ટ સમિટમાં પ્રભારી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે પોરબંદરમાં આજે થયેલા એમઓયુ થી વધુ યુવાનોને રોજગારી મળશે. કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે. ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી ગુજરાત વાઇબ્રન્ટમાં ગુજરાતના વધારે વિકાસના આયામો સાથે વિકાસની સિદ્ધિ હાંસલ થવાની છે. ત્યારે જિલ્લા સમીટની સફળતા અંગે કલેકટરની- જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
મોટી સંખ્યામાં ઉપસ્થિત: કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી અને પૂર્વીબેન વ્યાસે કર્યું હતું. કાર્યક્રમ બાદ તાજા વાલા હોલ ના ગ્રાઉન્ડ ફ્લોર પર ઔદ્યોગિક સાહસિકો, સ્વ સહાય જૂથ સહિત નવા વિઝન સાથે સ્ટાર્ટ અપ ઉદ્યમીઓના સ્ટોલ, હસ્તકલા અને વિવિધ યોજનાની માહિતી સહિત એક્ઝિબિશનનું કુંવરજી બાવળીયા અને મહાનુભાવો એ ઉદધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, જિલ્લા વિકાસ અધિકારી કે .બી. ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી, ડીઆરડીએ ના નિયામક રેખાબા સરવૈયા તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ અને ઔદ્યોગિક સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- Ram Mandir Pran Pratistha Program : 22 જાન્યુઆરીએ થશે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, પીએમ મોદીને અપાયું આમંત્રણ
- Aadi Mahotsav: સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ હાટ ખાતે આદિ મહોત્સવને ખુલ્લો મુક્યો
- Vastushashtra's Book Launching: ભારત તેની પ્રાચીન કળા અને જ્ઞાન થકી વિશ્વગુરૂ બનશે, વાસ્તુશાસ્ત્રએ પ્રાચીન જ્ઞાન સાથે આધુનિક વિજ્ઞાન પણ છે