ETV Bharat / state

ગાંધી જન્મ ભૂમિમાં પિરામિડના ઉપયોગ થકી લોકો કરી રહ્યા છે પોઝિટિવ એનર્જીનો સંચાર

ગાંધીજીના જન્મ સ્થળ પોરબંદરમાં લોકો પિરામિડનો ઉપયોગ કરી રહ્યા છે અને રહેણાંક પર પિરામિડ બનાવી પોઝિટિવ એનર્જીનો સંચાર કરી રહ્યા છે અને તેના અનેક ફાયદાઓ પણ થઈ રહ્યા છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ પિરામિડનો ઉપયોગ કરી ભૂમિદોષ નિવારણ અને ઈચ્છીત ફળ પ્રાપ્તિ મેળવી શકાય છે, ત્યારે લોકો કેવી રીતે પિરામિડનો ઉપયોગ કરી રહ્યા છે અને જાણો તોના અનેક ફાયદાઓ....

ગાંધી જન્મ ભૂમિમાં પિરામિડનો ઉપયોગ, લોકો કરી રહ્યા છે પોઝિટિવ એનર્જીનો સંચાર

author img

By

Published : Aug 16, 2021, 5:35 PM IST

  • ગાંધી જન્મ ભૂમિમાં લોકો કેવી રીતે કરે છે પિરામિડનો ઉપયોગ
  • હજારો વર્ષો સુધી પૃથ્વી પર સૌથી મોટા ચણતર તરીકેનું માન પિરામિડને મળ્યું
  • વસ્તુ શાસ્ત્રમાં પણ કરી શકાય છે પિરામિડનો ઉપયોગ

પોરબંદર: પિરામિડ એક એવા ભૌમિતિક આકારનું નામ છે. જેની એવી ઈમારત છે જેની બહારની સપાટી ત્રિકોણાકાર હોય છે અને તેની ટોચ એક સામામ્ય બિંદુ પર મળે છે, આવા ભૌમિતિક આકારના સ્થાપત્યોને પણ પિરામિડ તરિકે ઓળખવામાં આવે છે. પિરામિડનો આધાર મોટે ભાગે ત્રિકોણાકાર અથવા ચતુર્ભુજાકાર હોય છે. આમ પિરામિડને સામાન્ય રીતે ચાર કે પાંચ ફલક હોય છે. પિરામિડની રચના એવી હોય છે કે, જેમાં મોટાભાગનું વજન જમીનથી નજીક રહે છે, જેથી ઊંચાઈ વધતાં ઓછું અને ઓછું વજન નીચે તરફ દબાણ કરે છે આને લીધે પ્રાચીન કાળની સભ્યતાના લોકોને સ્થિર મજબૂત ઇમારત રચવાનું સરળ બન્યું છે. હજારો વર્ષો સુધી પૃથ્વી પર સૌથી મોટા ચણતર તરીકેનું માન પિરામિડને મળ્યું છે.

ભારતમાં ચોલ રાજાઓના રાજ દરમિયાનના ઘણા મંદિરો ધાર્મિક રીતે છે સક્રિય

ભારતમાં ચોલ રાજાઓના રાજ દરમિયાન ઘણાં મોટા મંદિરો ગ્રેનાઈટના પિરામિડમાંથી બનાવવામાં આવ્યાં હતા. જેમાં પ્રાચીન સ્મારકોમાં ચીન, ફ્રાન્સ, ઈજીપ્તી પિરમિડ, ગ્રીસ, ભારત, મેસોઅમેરિકન પિરામિડ, મેસોપોટેમિઅન પિરામિડ, ઉત્તર અમેરીકન પિરામિડ, ન્યુબિયન પિરામિડ, રોમ, કમ્બોડીયા ખેમરના શાસન દરમિયાન વિકસેલી મહાન સભ્યતા મધ્યયુગીન યુરોપમાં પિરામિડો સ્થાન પામ્યા છે. ભારતમાં ચોલ રાજાઓના રાજ દરમિયાન ઘણાં મોટા ગ્રેનાઈટના મંદિર પિરામિડ બનાવવામાં આવ્યાં હતા. જેમાંના ઘણાં આજે પણ ધાર્મિક રીતે સક્રિય છે. તાંજાવુરનું બૃહદીશ્વર મંદિર ગંગાઈકોંડા ચોલીશ્વર મંદિર અને દારાસુરમનું ઐરાવતેશ્વર મંદિર આવાજ પિરામિડના ઉદાહરણ છે પરંતુ તમિળનાડુના શ્રીરંગમમાં આવેલા શ્રી રંગમ મંદિરનું પિરામિડ છે.

ગાંધી જન્મ ભૂમિમાં પિરામિડનો ઉપયોગ, લોકો કરી રહ્યા છે પોઝિટિવ એનર્જીનો સંચાર

પિરામિડમાં ધ્યાન અને મેડિટેશન કરવામાં આવે છે

આધુનિક ભારતમાં પણ પિરામિડનો ઉપયોગ હવે લોકો સમજવા લાગ્યા છે અને બેંગ્લોરમાં એક પિરામિડ સોસાયટી બનાવવામાં આવી છે. જેના સ્થાપક બ્રહ્મશ્રી સુભાષ પત્રીજી છે. જે ભારત સહિત દુનિયા ભરમાં પીરામીડ વિષે લોકોને અવગત કરાવી રહ્યા છે. દર વર્ષે દુનિયા ભરના પિરામિડ નિષ્ણાંતોની શિબિર બેંગ્લોર ખાતે યોજાય છે. ઇજિપ્ત મિસ્રની સંસ્કૃતિમાં પિરામિડ બનાવવામાં આવ્યા હતા. જેનો ઉપયોગ મૃત મમી ને લાંબા સમય સુધી સાચવવામાં થયો છે પરંતુ પિરામિડ પર ઊંડાણ પૂર્વક અભ્યાસ બાદ જાણવા મળ્યું કે, પિરામિડમાં મળતી ઉર્જાનો વ્યાપ વધુ હોય છે અને તેમાં રાખવામાં આવતી વસ્તુ લાંબા સમય સુધી ટકે છે.

પિરામિડના 1/3 ભાગમાં વધુ ઉર્જા હોય છે

પોરબંદર સરદાર પટેલ રમત-ગમત સંકુલ પાસે આવેલા ઓશો મેડિટેશન સેન્ટરના અલ્પા ટોડરમલ જણાવે છે કે, તેમના પિતા લાલજી ભાઈ રામજીભાઈ ટોડરમલ મેકેનિકલ એન્જિનિયર હતા અને ધ્યાન અને અધ્યાત્મિક પ્રવૃતિઓમાં ઊંડો રસ ધરાવતા હતા અને તેઓએ પણ પિરામિડ વિષે માહિતી મેળવી પ્રથમ ઘર પર પિરામિડ બનાવ્યું હતું ત્યાર બાદ રેખાંશ અને અક્ષાંસ સહિતની તમામ પદ્ધતિના ઉપયોગથી ઓશો મેડિટેશન સેન્ટર પર એક પણ ધાતુના ઉપયોગ વગર પિરામિડ બનાવ્યું છે. પિરામિડના 1/3 ભાગમાં વધુ ઉર્જા હોય છે. આ મેડિટેશન સેન્ટરમાં અનેક લોકો ધ્યાન કરવા આવી રહ્યા છે.

1 ફૂટનો પિરામિડ ત્રણ કિમિમાં ઉર્જા ફેલાવે છે

પોરબંદરના જયુબેલી વિસ્તારમાં અનેક લોકોના ઘર પર પિરામિડ બનાવવામાં આવ્યા છે. જ્યુબેલીમાં રહેતા નાથાભાઈ થાનકીએ જણાવ્યું હતું કે, તેઓને પિરામિડનો ખ્યાલ જામજોધપુરમાં રહેતા એક સરકારી અધિકારીના ભાઈના ઘરે બનાવેલા પિરામિડમાંથી આ વિચાર આવ્યો અને ફાયદા અંગે જાણવાની રુચિ વધી પિરામિડ સોસાયટીના સ્થાપક બ્રહ્મ સુભાષ પત્રીજીનો સમ્પર્ક થયો અને 1994 માં તેમના ઘર પર બાયસન વુડનો પિરામિડ બનાવ્યો હતો પરંતુ ત્યાર બાદ 2010માં પ્રથમ મેટલનો ઉપયોગ કરી આધુનિક પિરામિડ બનાવ્યો છે. 1 ફૂટનો પિરામિડ ત્રણ કિમિમાં ઉર્જા ફેલાવે છે. 2012 માં નાથાભાઈ ઇજિપ્તના પિરામિડની ટુરમાં ગયા હતા અને પિરામિડમાં ધ્યાન કરી અનોખી અનુભૂતિનો સાક્ષાત કર કર્યો હતો. જયુબેલીમાં જેન્તી ભાઈ થાનકી અને નિલેશ ભાઈ છેલાવડાએ પોતાના ઘર પર પિરામિડ બનાવેલો છે અને નિલેશ ભાઈ મન્ડેરાએ પોતાના ખેતરમાં પિરામિડ બનાવેલા છે અને 6 વર્ષથી મોન રહી પિરામિડમાં જ મેડિટેશન કરી આધ્યાત્મિક જીવન વિતાવી રહ્યા છે.

વાસ્તુશાસ્ત્રમાં પણ પિરામિડથી દોષનિવારણ થાય છે.

પોરબંદરના રેકી માસ્ટર અને વાસ્તુ શાસ્ત્રી ભરત રાવલ જણાવે છે કે, રેકી સારવાર દરમિયાન હીલિંગ પદ્ધતિમાં તથા મેડિટેશન અને ઈચ્છાઓ મનો કામનાઓ પુરી કરવા માં ગોલ એચીવમેન્ટ કરવામાં પર્સનલ પિરામિડનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુ દોષ નિવારવા વાસ્તુ પિરામિડનો ઉપયોગ થાય છે. જેમાં ભૂમિ જાગૃત કરવા ,ભૂમિદોષ નિવારમાં તથા વસ્તુ દોષ નિવારમાં પિરામિડનો ઉપયોગ કરવામાં આવે છે. ઘર, દુકાન, ઓફિસ જમીનમાં પણ પિરામિડની સ્થાપના કરવાથી પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય છે અને તેનું રિઝલ્ટ પણ પોઝિટિવ મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.