રાણાવાવમાં રહેતા વિરમભાઇ અભુભાઇ પરમારે ફરિયાદ નોંધાવી છે કે, તેની માલિકીની ખાણ તથા બીજી ખાણોમાં છેલ્લા અઠવાડિયાથી ખાણની અંદર ચાલતા હિટાચી મશીનના એન્જીનમાંથી ડીઝલની ચોરી થાય છે.
રાણાવાવમાં ચાલતી ખાણોમાં હિટાચી મશીનમાંથી ડીઝલ ચોરીની વોચમાં રહેલ સાહેદોએ ડીઝલ ચોરીના ચારેય આરોપીઓને ઝડપ્યા હતા. ડીઝલના 4 નંગ કેરબા એટલે કે 80 લીટર(કિંમત રૂપિયા 5,440) તથા મેજીક વાહન કિંમત રૂપિયા 1,25,000ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા.
બે આરોપીઓ નરેશ ઉર્ફે નરીયો ઉર્ફે રામદે વિરમભાઇ તથા જવેર રાયાભાઇ રાત્રીના અંધારાનો લાભ લઇ નાસી ગયા હતા. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધી પકડવાની તજવીજ હાથ ધરી છે.