- શહીદવીર નાગાર્જુન સિસોદિયાની આજે 49મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
- ડિફેન્સ એકેડેમીની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ પ્રયાસે જ પાસ થયા હતા
- 1971ના પાક. સામેના યુદ્ધમાં વીરગતિ પામેલ શહીદ વીરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
પોરબંદર : શહેરમાં શહીદવીર નાગાર્જુન સિસોદિયાની આજે 49મી પુણ્યતિથિ છે. ત્યારે 1971ના પાક. સામેના યુદ્ધમાં વીરગતિ પામેલ શહીદ વીરને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરના વીર સપૂત શહીદ નાગાર્જુન સિસોદિયાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં અર્જુનભાઈ મોઢવાડીયા ,હિરલબા જાડેજા, રામદેવભાઈ મોઢવાડીયા સહિતના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં શહીદવીર નાગાર્જુન સિસોદિયાની આજે 49મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ કોણ હતા શહીદ વીર નાગર્જુન સિસોદિયા ભારત પાકિસ્તાન સામે 1971ના યુદ્ધમાં કાશ્મીરના છાંમ્બા મોરચે ભારતીય આર્મીની બુરખા રેજિમેન્ટની ઇન્ટેલિજન્સ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ફરજ બજાવતા માત્ર 21 વર્ષની વયે અદ્ભુત પરાક્રમ અને સૌર્ય દાખવતા નાગાર્જુન સિસોદિયા વીરગતિ પામ્યા હતા. 13 ડિસેમ્બરના રોજ વીરગતિ પ્રાપ્ત કરનાર પોરબંદરના પનોતા પુત્ર અમર શહિદ નાગાર્જુન સિસોદિયાની આજે 49મી પુણ્યતિથિ છે. મોઢવાડા ગામના વતની નાગાર્જુન સિસોદિયાનો જન્મ આફ્રિકાના નાયરોબીમાં આર્થિક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. પિતા કરસનભાઈ અને માતા રૂડીબેન અને બે ભાઇ, એક બહેન સાથે નાગર્જુન સિસોદિયાનું બાળપણ આફ્રિકામાં વીત્યું હતું. ઉચ્ચ અભ્યાસ અર્થે તેમણે રાજકોટની કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસની સાથો સાથ નાગાર્જુન સિસોદિયાએ ઇતિહાસ, લોક સાહિત્ય અને રાષ્ટ્રપ્રેમનું ઉંડાણપૂર્વક વાંચન કર્યું હતું. જેના ફળ સ્વરૂપે તેમનામાં વતન અને રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના જન્મી હતી. આર્મી ઓફિસર તરીકે પ્રવેશ મેળવવા માટેની ખુબ જ અઘરી ગણાતી ડિફેન્સ એકેડેમીની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ પ્રયાસે જ પાસ થયા હતા. નાગર્જુન સિસોદિયાએ કઠોળ તાલીમ લીધા બાદ તેમની પૂના ખાતે આર્મી ઓફિસર ટ્રેનિંગ સેન્ટરમાં ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભારત પાકિસ્તાન યુદ્ધમાં 13 ડિસેમ્બર 1971માં તેઓ શહીદ થયા હતા.
ઘેર ઘેર દીપ પ્રગટાવી શહીદ વીર નાગર્જુન સિસોદિયાને શ્રદ્ધાંજલિ અપાશે
રાષ્ટ્રના રક્ષણ ખાતર વીરગતિ પ્રાપ્ત કરનાર નાગર્જુન સિસોદિયાની આજે શહેરમાં આવેલ બસ સ્ટેશન ખાતે તેમના સ્મારક સ્થળે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત આજે રાત્રીના શહીદ વીર નાગર્જુન સિસોદિયાને 5000 થી પણ વધુ લોકો ઘેર ઘેર દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ પાઠવશે.