ETV Bharat / state

પોરબંદરમાં તોરણ ટુરિસ્ટ બંગલાનું ખાનગીકરણ કરાશે - Toran Tourist Bungalow

ગાંધીજીનું જન્મ સ્થળ અને સુદામાની કર્મભૂમિ પોરબંદરમાં આવેલી ચોપાટી પાસે 1972થી બનેલા ટુરિસ્ટ બંગલા તોરણનું ખાનગીકરણ કરવાનું નિર્ણય પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે હાલ તારીખ 1-2- 2020થી આ ટુરિસ્ટ બંગલો બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા ખાનગીકરણ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

પોરબંદરમાં તોરણ ટુરિસ્ટ બંગલાનું ખાનગીકરણ કરાશે

author img

By

Published : Feb 7, 2021, 8:04 PM IST

  • તોરણ ટુરિસ્ટ બંગલાનું કરાશે ખાનગીકરણ
  • 1972થી આ ટુરિસ્ટ બંગલો સરકાર હસ્તક
  • અનેક મોટા સમારોહ અને લગ્ન પ્રસંગે ભાડે પણ અપાય છે તોરણ બંગલો

પોરબંદરઃ શહેરમાં ચોપાટી પાસે 1972થી બનેલા ટુરિસ્ટ બંગલા તોરણનું ખાનગીકરણ કરવાનું નિર્ણય પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. પોરબંદરની ચોપાટીમાં આલીશાન મેદાન અને આધુનિક સુવિધા સાથે 4 ડીલક્સ રૂમ અને 20 ડબલ બેડ ધરાવતા તોરણ બંગલાનું 2015માં ઇનોવેશન કરાયું હતું, તેને એરકન્ડીશન રૂમો સાથે ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.

તોરણ ટુરિસ્ટ બંગલો
તોરણ ટુરિસ્ટ બંગલો

અનેક લોકોની રોજીરોટી છીનવાઇ તેવો ભય

પ્રવાસન વિભાગને આ ટુરિસ્ટ બંગલામાંથી આવક પણ મળતી હતી, પરંતુ હવે ખાનગીકરણ થવાના નિર્ણયથી પ્રવાસન વિભાગના સ્ટાફને પણ મુશ્કેલી પડશે ઉપરાંત અનેક લોકોની રોજીરોટી પણ છીનવાઇ તેવો ભય ઊભો થયો છે.

તોરણ ટુરિસ્ટ બંગલો
તોરણ ટુરિસ્ટ બંગલો

ખાનગીકરણથી પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ વધશે કે ઘટશે?

એક તરફ કોરોના કાળના લીધે પ્રવાસનમાં ધટાડો થયો હતો, જોકે, હાલ કોરોનાના કેસ ઘટતા ફરીથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાંનગીકરણ બાદ પ્રવાસીઓ માટેના ચાર્જમાં વધારો કરવામાં આવશે કે નહીં તે પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે પ્રવાસન વિભાગના કર્મચારીઓએ મીડિયા સમક્ષ કઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.