ETV Bharat / state

કોરોના વોરિયર્સે કોરોનાથી બચવા આ પ્રકારની તકેદારી રાખવી જોઈએ - કોરોનાની દહેશત

દેશભરમાં કોરોનાની દહેશત છે. કોરોનાને ડામવા માટે આ વિકટ પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સતત રાત દિવસ એક કરી રહ્યા છે. ઘણીવાર પોતે પણ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવી જતા હોય છે. આવા સમયે શું તકેદારી રાખવી તે અંગે પોરબંદરના એપિડેમિક મેડિકલ ઓફિસર બી ડી કરમટાએ મહત્વની જાણકારી આપી હતી.

a
કોરોના વોરિયર્સે કોરોનાથી બચવા આ પ્રકારની તકેદારી રાખવી જોઈએ
author img

By

Published : Jul 17, 2020, 10:01 PM IST

પોરબંદર: જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગમાં એપિડેમિક મેડિકલ ઓફિસર બી.ડી.કરમટાના જણાવ્યા અનુસાર પોરબંદરમાં અત્યાર સુધીમાં બે આરોગ્ય કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય કર્મચારીએ પોતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી ખૂબ જ અગત્યની બને છે.

કોરોના વોરિયર્સે કોરોનાથી બચવા આ પ્રકારની તકેદારી રાખવી જોઈએ

સામાન્ય રીતે આરોગ્ય કર્મચારી પોતે કોરોના પોઝિટિવ આવેલ દર્દીના ઘરની આસપાસ કન્ટેનમેન્ટ વિસ્તારોમાં જતા હોય છે. ત્યારે કોને કોને મળ્યા અને તેમની એન્ટ્રી પણ યાદ રાખવી ખુબ જ આવશ્યક બની રહે છે કોરોનાની મહામારી વચ્ચે લોકોની સતત મદદમાં આવતા કોરોના વોરિયર્સ બીમાર ન પડે અને પોતાની રીતે સેલ્ફ ટ્રીટમેન્ટ લે તેવું જણાવ્યું હતું.

આ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનમાં પોરબંદરમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ પાંચ ટીમો બનાવી છે. જેમાં એક તબીબ સહિત અન્ય ડૉક્ટર થઈને કુલ 20 લોકોની ટીમ હોય છે. જે સતત લોકોનાં સંપર્ક કરી ઘરે ઘરે જઈને તકેદારીના પગલા અંગે સમજાવતા હોય છે. પોરબંદરમાં ખાસ કરીને અલગ-અલગ પાંચ સ્થળોએ ચેકપોસ્ટ પર આરોગ્ય કર્મચારી દિવસ-રાત ફરજ બજાવતા હોય છે. જેમાં પોરબંદરના માધવપુર છોટા ચેકપોસ્ટ હનુમાનગઢ ચેકપોસ્ટ અડવાણા ચેકપોસ્ટ અને અને મિયાણી ચેકપોસ્ટ પર અનેક લોકો સાથે સંપર્કમાં આવતા હોય છે. આ સમય પોતાના દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે અને કોઈપણ વ્યક્તિના સામાનને પણ ટચ કરવામાં સાવચેતી રાખવા જણાવ્યું હતું.

રાત દિવસ વરસાદના સમયે પણ કોરોના વોરિયર્સ માટે ખાસ જરૂરી સુવિધાઓ ફાળવામાં આવે તો વધુમાં વધુ લોકોને કોરોનાથી મુક્ત કરવામાં આરોગ્ય ટીમ સફળ રહેશે. લોકો કોરોના વોરિયર્સ દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવામાં આવે અને નિયમ અનુસાર અનુસરવામાં આવે તો કોરોનાનો સામનો થઈ શકે તેમ છે. કોરોના સામે ડરવાની નહી લડવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.