પોરબંદર: કરોડો રૂપિયાના માલિક હોય છતાં એક રૂપિયાનો દાન કરવું હોય તો પણ વિચાર કરતા હોય છે, ત્યારે પોરબંદરમાં એક મહિલાએ એવું કાર્ય કર્યું છે કે, જે અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. પોરબંદરમાં લીમડા ચોક પાછળ રહેતા મોહનલાલ નવચંદ ટાકોચીયાનું 6 મહિના પહેલા અવસાન થયું હતું, ત્યારે આજે તેમના પત્ની મણી બહેને 50 વર્ષથી ભેગી કરેલ 12,70,000ની મૂડીમાંથી 12 લાખ રૂપિયા પોરબંદર સ્મશાન ભૂમિમાં દાન કરતા આ કાર્યને લોકોએ સરાહનીય ગણાવ્યું હતું અને અનેક લોકોને માટે આ દાન પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
Surat Accident News : અંત્રોલી વેલંજા રોડ પર બેફામ પીક અપ ચાલક, દંપતિ સહિત 4નાં મોત
આને જ કહેવાય સાચો પ્રેમ મણીબેહેને પ્રેમનું ઋણ ચૂકવ્યું: પોરબંદરમાં રહેતા મોહનભાઈ લવચંદ ટાકોચીયા આફ્રિકામાં જન્મ્યા હતા અને આફ્રિકામાં જ રહેતા હતા પરંતુ આફ્રિકામાં ઈદી અમીનની લડાઈ બાદ ભંગાણ પડ્યું હતું. તેઓ પોરબંદર આવ્યા હતા. પોરબંદરમાં 1963માં તારાપુરથી મણિ બેન ફરવા આવ્યા હતા અને બન્ને વચ્ચે પ્રેમ થયો હતો અને અમદાવાદના આર્યસમાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અનેક મુશ્કેલીઓ સહન કરતા 4 દીકરીઓ અને એક દીકરી સાથે રહેતા આજે તમામ દીકરીઓ સાસરે છે અને દીકરો અમદાવાદ રહે છે. પરંતુ મોહનભાઇ પોરબંદરમાં જય અંબે ભેળ નામે લારીનો વ્યવસાય કરતાં જે બાનાની ભેળ તરીકે પ્રખ્યાત હતા. તો મકરસંક્રાતિના સમયે મણીબેન અને મોહનભાઈ પતંગ બનાવતા અને કમાણી કરતા આ ઉપરાંત મણિ બહેન રસોડા કરવા પણ જાય છે અને ગુજરાન ચલાવી રહ્યા છે. પતિના અવસાન બાદ તેઓએ 50 વર્ષથી ભેગી કરેલ કુલ રકમ 12,70,000માંથી 12 લાખની રકમ પોરબંદર સ્મશાનમા દાન આપી છે.
Hyderabad News: ડૉ. પ્રીતિને આંસુભરી વિદાય, વતનમાં અંતિમ સંસ્કાર
મરી જાશું પછી રૂપિયા મૂકી ને જાવા તેના કરતાં દાન કરવું સારું : મણીબેન ઘણા લોકો પાસે કરોડો રૂપિયા હોય છે પરંતુ દાન કરવાનો જીવ ચાલતો નથી જીવ ચાલવું એ જ મોટી વાત છે રૂપિયા તો ઘણા હોય પરંતુ મર્યા પછી એક પણ રૂપિયો કામ નહીં આવે આથી દાન કરો તો કોઈને કામ લાવશે તેવું કહેવું છે મણીબેનનું આ ઉપરાંત મોહનભાઈના મિત્ર એ પણ જણાવ્યું હતું કે બંને દંપતિઓનું જીવન સંઘર્ષ સમય રહ્યું છે અને હાલ પણ સામાન્ય અને સાદું જીવન જીવી રહ્યા છે પરંતુ આ નિર્ણય ના લીધે અનેક લોકો આ પરથી પ્રેરણા લેશે.