આમ તો આ દિવસ ભારતીય ઇતિહાસનાકાળાદિવસ તરીકે ઓળખાય છે. પણ આ ત્રણેય વીર સપૂતોની યાદમાં તેમજ તેની શહાદતનેશ્રદ્ધાંજલિ અર્પવા 23 માર્ચનેશહિદ દિવસ તરીકે મનાવવામાં આવેછે. શનિવારેપોરબંદરના માણેક ચોક ખાતે વિશ્વ હિન્દુપરિષદ અને બજરંગ દળ દ્વારા સાંજના8 કલાકે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને શહિદ વંદન કરવામાં આવ્યુંહતું.
આ પ્રસંગેવિશ્વ હિન્દુપરિષદના નિલેશરુઘાણીએ જણાવ્યું હતું કે, ભગતસિંહના શબ્દોછે કે, ભારત આઝાદી કી યજ્ઞ કી વેદી પર હમ અપને પ્રાણો કી આહુતિ દે રહે હે ઓર હમારી આહુતિ સે જો જ્વાળા પ્રગટ હોગી ઉસકી રોશની પુરે ભારતમેં ક્રાંતિ બનકે ફેલેગી તબ અંગ્રેજ કો ભારત સે ભાગના પડેગા. આમ ભગતસિંહને યાદ કરતા ત્રણેય ક્રાંતિવીરોને સાદર વંદન કર્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકર્તાઓ અને નગરપાલિકા પ્રમુખ અશોક ભદ્રેચા અને સિંધી સમાજના આગેવાન મુલચંદ નવલાણીઉપસ્થિત રહ્યાં હતા.