- સ્પેશિયલ પેસેન્જર ટ્રેનનું ભાડુ મેઇલ/એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ જેટલું હશે
- પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અને માંગને પહોંચી વળવા લેવાયો નિર્ણય
- રાજકોટ-પોરબંદર દૈનિક અનરિઝર્વ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી દરરોજ સવારે 07.00 વાગ્યે ઉપડશે
પોરબંદરઃ પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર-રાજકોટ-પોરબંદર વિશેષ એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનાો નિર્ણટ લેવામાં આવ્યો છે. આ ટ્રેન 04 એપ્રિલ, 2021થી દરરોજ દોડશે. આ વિશેષ ટ્રેનનું ભાડુ મેઇલ / એક્સપ્રેસ ટ્રેનની અનરિઝર્વ ટિકિટ જેટલું હશે. ભાવનગર રેલવે મંડળના સિનિયર ડિવીજનલ કમર્શિયલ મેનેજર માશૂક અહમદ દ્વારા જારી કરાયેલા એક અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો આ મુજબ છે:
આ પણ વાંચોઃ અમદાવાદ-કેવડિયા વચ્ચે ચાલતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેન કરાઇ રદ
ટ્રેન નંબર 09574/09573 પોરબંદર - રાજકોટ - પોરબંદર દૈનિક અનારક્ષિત સ્પેશિયલ
ટ્રેન નંબર 09573 રાજકોટ-પોરબંદર દૈનિક અનરિઝર્વ સ્પેશિયલ રાજકોટથી દરરોજ સવારે 07.00 વાગ્યે ઉપડશે અને 11.35 વાગ્યે પોરબંદર પહોંચશે. આ ટ્રેન આગળની સૂચના સુધી 04 એપ્રિલ, 2021થી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09574 પોરબંદર-રાજકોટ દૈનિક અનરિઝર્વ સ્પેશિયલ પોરબંદરથી 14.30 વાગ્યે ઉપડશે અને 18.40 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 04 એપ્રિલ, 2021થી આગળની સૂચના સુધી દોડશે. આ ટ્રેન રાણાવાવ, વાંસજાળીયા, બાલવા, જામજોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર અને ગોંડલ સ્ટેશનો પર બન્ને દિશામાં રોકાશે. એન્જિનિયરિંગના કામને કારણે ભક્તિનગર સ્ટેશનનું સ્ટોપેજ અસ્થાયીરૂપે રદ કરવામાં આવ્યું છે તેમ માશૂક અહમદ (વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક,ભાવનગર પરા )એ એક યાદી માં જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદ ડિવિઝનના 13 મોટા રેલવે સ્ટેશનોની પ્લેટફોર્મ ટિકિટના ભાવ વધ્યા