પોરબંદર જિલ્લા કલેકટરે વિસાવાડા ગામે લોકોનાં પ્રશ્નો સાંભળીને સબંધિત અધિકારોને હલ કરવા સુચનાઓ આપી હતી. રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે અડવાણીએ સરકારીની વિવિધ યોજનાઓનો લાભ લેવા ગામ લોકોને અનુરોધ કર્યો હતો. પ્રાંત અધિકારી કે.વી.બાટી મામલતદાર કચેરીમાં ચાલતી વિવિધ યોજનાઓથી લોકોને વાકેફ કર્યા હતા.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક એસ.ડી. ધાનાણીએ ગ્રામીણો માટે ઉપયોગી વિવિધ યોજના, સ્વચ્છતા, મનરેગા વગેરે અંગે વિસ્તારથી સમજ આપી હતી. પ્રોગ્રામ ઓફીસર અંજનાબેન જોષીએ મહિલાઓઓ માટે કાર્યરત યોજનાઓની માહિતી આપી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન પરમારે ખેતીને લગતી વિવિધ યોજના, સબસીડી બાબતે લોકોને માહિતગાર કર્યા હતા. રાત્રીસભામાં તાલુકા અને જિલ્લાના અધિકારીઓ તથા ગામ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.