- પોરબંદરમાં ગુલાબી ઠંડીની શરુઆત
- મોર્નિંગ વોક અને તંદુરસ્તી માટે ફાયદાકારક ઋતુ
- પાચનશક્તિમાં વધારા માટે શિયાળો હિતાવહ
- તાપમાનનો પારો 20 થી 31ની વચ્ચે
પોરબંદરઃ ઋતુચક્ર પ્રમાણે જેમ જેમ ઋતુ બદલતી જાય છે તેમ તેમ પૃથ્વી પરના તમામ સજીવો વાતાવરણ પ્રમાણે અનુકૂલન સાધે છે ત્યારે શહેરમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીની શરૂઆત થઇ છે, શહેરના લોકો પણ ઠંડીથી બચવા સ્વેટર પહેરી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે.

પાચન શક્તિ માટે શિયાળો હિતાવહ
શાસ્ત્રો પ્રમાણે વર્ષને બે વિભાગમાં વિભાજિત કર્યું છે. સૂર્ય ઉત્તરાયણ અને દક્ષિણાયન હાલ હેમંત અને શિશિર ઋતુમાં સૂર્યનું તેજ સૌમ્ય હોય છે. આથી જઠરાગ્નિ પ્રદીપ્ત હોય છે, જેથી ખોરાકનું પાચન સરળતાથી થાય છે. કોરોનાથી બચવા ઈમ્યુનિટી પાવર વધારવું જરૂરી છે. આથી ખોરાકનું પાચન સરળ રીતે થાય તે માટે મીઠા રસાળ અને ચીકાશવાળા ખોરાકમાં ફળ, કિયા, શેરડી અને ખજૂર આહારમાં લેવા વધુ હિતાવહ છે. આવું આયુર્વેદાચાર્ય સનત જોશીએ જણાવ્યુ હતું.
