- જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને ઝડપી લેવા વોરન્ટ કાઢવામાં આવ્યું
- પોલીસે આરોપીની પાસા હેઠળ કરી અટકાયત
- આરોપીને ઝડપી સુરત જેલ ખાતે ખસેડાયો
પોરબંદર: શહેરમાં આવેલા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો આરોપી અજીમ ઉર્ફે બાપુ યુનુશભાઇ કાદરીની પોરબંદર પોલીસે અટકાયત કરી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેને પાસા હેઠળ સુરત જેલમાં રાખવાનું વોરન્ટ ઇસ્યૂ કર્યું હતું, જેથી પોલીસે દ્વારા તેને સુરત જેલમાં મોકલવામાં આવ્યો છે.
ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ કરાઈ અટકાયત
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈનીની સુચના અન્વયે પોરબંદર જિલ્લામાં ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ નિવારણ (સુધારણા) વટહુકમ 2020 મુજબ પાસા હેઠળના અટકાયતી પગલા લેવા જણાવવામાં આવ્યું છે.
આરોપી પર લગાવામાં આવેલી કલમની વિગત
કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.પાર્ટ-A 321 / 20 IPC કલમ 324, 325 વિ. મુજબ તથા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ફસ્ટ 21/19 IPC કલમ 324, 323, 147, 148, 149, વિ. મુજબના ગુનાનો આરોપી અજીમ ઉર્ફે બાપુ યુનુશભાઇ કાદરી વિરુદ્ધમાં LCB PSI એન. એમ. ગઢવીએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલવામાં આવ્યો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન મોદી દ્વારા તેને પાસા હેઠળ સુરત જેલમાં અટકાયતમા રહેવા પાસા વોરન્ટ ઇસ્યૂ કર્યું હતું. LCB PSI એન. એમ. ગઢવી એ પાસા વોરંટની બજવણી કરી મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલેલી છે.
6 પોલીસકર્મીની ઉત્તમ કામગીરીના કારણે આરોપીને ઝડપાયો
પોરબંદર LCB PI એમ.એન.દવે, PSI એન.એમ.ગઢવી તથા ASI રામભાઇ ડાકી, જગમાલભાઇ વરૂ, HC મહેશભાઇ શિયાળ, સુરેશભાઈ નકુમ દ્વારા આ આરોપીને ઝડપી લેવામાંં આવ્યો હતો.