- અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના જોઇન્ટ સેક્રેટરીએ કીર્તિમંદિરમાં દર્શન કર્યા
- પોરબંદરમાં મહત્વની બેઠક યોજાઇ
- સેવાદળને મજબૂત બનાવવા અને બૂથ લેવલ સુધી સંગઠનનું વિસ્તૃતીકરણ કરાશે
- હોદ્દેદારોની નિમણુંક તેની જવાબદારી અને સંગઠન મજબૂત કરવાની ટિપ્સ અપાઈ
- પ્રથમ ફેઝમાં પોરબંદરથી શરૂ કરી જૂનાગઢ, રાજકોટ બેઠક યોજાશે
પોરબંદરઃ આજે ગાંધીજીના નિર્વાણ દીવસ નિમિતે અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના જોઇન્ટ સેક્રેટરી અને ગુજરાત પ્રભારી રાકેશ શેટ્ટી પોરબંદર કીર્તિમંદિરની મુલાકાત લઈને ઓશિયોનિક હોટેલ ખાતે મહત્વપુર્ણ બેઠક યોજી હતી.
ગાંધીજીની વિચાર ધારા સાથે સેવાદળ વિસ્તૃતીકરણની કામગીરી આગળ ધપાવાશે
પોરબંદરમાં આવેલા અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના જોઇન્ટ સેક્રેટરી શેટ્ટીએ જણાવ્યું હતું કે, હાલ દેશના માહોલને ધ્યાને રાખી કોંગ્રેસ સેવાને વધુ મજબૂત કરવા માટે પ્રથમ ફેજની બેઠકનું આયોજન કરાયું છે. જેમાં પોરબંદર જૂનાગઢ અને રાજકોટમાં બેઠક યોજી ગાંધીજીની વિચાર ધારાઓ સાથે યુવાનો આગળ આવે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને સંગઠનને મજબૂત કરવા અલગ-અલગ હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સામતભાઈ ઓડેદરા તથા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા તથા યુથ કોંગ્રેસના મહાસચિવ સંદીપ ઓડેદરા, સેવાદળ પોરબંદર જિલ્લા પ્રમુખ રાજુ ઓડેદરા, મિલન ઓડેદરા તાલુકા પ્રમુખ તથા અમીન પઢીયાર કાના ચાવડા, ભીખુ જાડેજા, ગોવિંદ બાલસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1923માં થઈ હતી સેવાદળની સ્થાપના
ભારતમાં સૌથી મોટું રાજકીય સંગઠન હોય તો તે છે. ભારતીય જનતા પાર્ટી આ સંગઠનને મજબૂત બનાવવા પાછળ એક સંગઠન છે. જેનું નામ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જે ભાજપને અનેક રીતે ઉપયોગી થઇ રહ્યું છે, ત્યારે કોંગ્રેસમાં પણ આવું એક દળ છે જેનું નામ સેવાદળ છે પરંતુ મોટાભાગના લોકો આનાથી અજાણ છે આ સંગઠન અંગ્રેજોના રાજમાં 1023માં સ્થપાયું હતું. ડૉક્ટર હાર્દિકે આ સંગઠનની સ્થાપના કરી હતી. અંગ્રેજો સામે લડનારા સંગઠન અને સેવાદળનો ઢાંચો સેના જેવો રહ્યો છે. અગાઉ કોંગ્રેસમાં સામેલ થવા સેવાદળની તાલીમ અનિવાર્ય હતી ડૉ.રાજેન્દ્ર પ્રસાદ, સુભાષચન્દ્ર બોઝ અને ક્રાંતિકારી રાજગુરૂ સેવાદળના પદાધિકારીઓ હતા. આમ સેવાદળએ તાલીમ બદ્ધ અનુસાશનનું સંગઠન ગણાય છે.