ETV Bharat / state

અમૃત મહોત્સવ પદયાત્રામાં જોડાયેલા આંગણવાડી મહિલા કાર્યકર બેભાન થયા - Azadika Amrut Mahotsav

પોરબંદર જિલ્લામાં આજે આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ચોપાટી ખાતે ભવ્ય જન્મદિનની યોજાઈ હતી અને કૃષિપ્રધાન આર.સી.ફળદુનું વક્તવ્ય ચાલું હતું. તે દરમિયાન વાતાવરણમાં ગરમી વધવાના કારણે એક આંગણવાડી મહિલા કાર્યકર્તા બેભાન થઈ ગયા હતા.

પોરબંદર પોરબંદર
પોરબંદર
author img

By

Published : Mar 12, 2021, 10:46 PM IST

  • અમૃત મહોત્સવ પદયાત્રામાં જોડાયેલા આંગણવાડીના મહિલા કાર્યકર બેભાન
  • થાક અને વાતાવરણમાં ગરમી સહન ન થતા મહિલા આંગણવાડી કાર્યકર બેભાન
  • તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં ખસેડાયા

પોરબંદરઃ જિલ્લામાં આજે આઝાદીકા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ચોપાટી ખાતે ભવ્ય જન્મદિનની યોજાઈ હતી અને કૃષિપ્રધાન આર.સી.ફળદુનું વક્તવ્ય ચાલું હતું. તે દરમિયાન વાતાવરણમાં ગરમી વધવાના કારણે એક આંગણવાડી મહિલા કાર્યકર્તા બેભાન થઈ ગયા હતા.

આંગણવાળી કાર્યકર્તા બેભાન થયા હતા

પોરબંદરમાં યોજાયેલા કાર્યક્રમમાં કીર્તિ મંદિરથી ચોપાટીની પદયાત્રા યોજાઈ હતી. જેમાં અનેક આંગણવાળી કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને વાતાવરણમાં ગરમીના કારણે મહિલા બેભાન થયા હોવાનું જણાયું હતું. તાત્કાલિક વહીવટી તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક ડૉક્ટર ચેતનાબેન તિવારીએ મહિલાને ચેક કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આંગણવાડી અધિકારી અંજના બેને જણાવ્યું હતું કે, આ મહિલા ખાપટમાં આંગણવાડી કાર્યકર્તા હર્ષિદાબેન વ્યાસ છે. જેઓએ ગઈ કાલે શિવરાત્રીના રોજ ઉપવાસ રાખ્યો હતો અને બ્લડ પ્રેસરના દર્દી હતા અને આજ રોજ દવા લેવાનું ભૂલી ગયા હતા. આજે કીર્તિમંદિરથી ચોપાટી સુધીની પદયાત્રામાં જોડાયા હતા. તેથી થાક અને તડકો સહન ન થતા તેઓ બેહોશ થયા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર બાદ બપોરે 2 કલાકે ઘરે મોકલવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.