ETV Bharat / state

પોરબંદર છાયા સયુંકત નગર પાલિકાની સામાન્ય સભા મળી 52 ઠરાવ મંજૂર કરાયા - 52 Resolutions

પોરબંદર છાયા સયુંકત નગર પાલિકાની સામાન્ય સભામાં ગુરુવારે 52 ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવો અંગે વિપક્ષે વિરોધ પણ કર્યો હતો.

city
પોરબંદર છાયા સયુંકત નગર પાલિકાની સામાન્ય સભા મળી 52 ઠરાવ મંજૂર કરાયા
author img

By

Published : Apr 30, 2021, 9:30 AM IST

  • પાલિકાના સભ્યો દ્વારા 52 ઠરાવ પસાર કરાયા
  • વિરોધ પક્ષના સભ્યો એ ઠરાવનો કર્યો વિરોધ
  • એકાદ વર્ષથી બંધ પડેલ ગાંધી સ્મૃતિ ભવન માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી થયો

પોરબંદર: જિલ્લાના નગરપાલિકાના સભાખંડમાં ગુરુવારે પોરબંદર છાંયા સયુંકત નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક મળી હતી,જેમાં શહેરમાં વિકાસ કાર્યના 52 ઠરાવ પસાર કરાયા હતા. બેઠકમાં પસાર કરાયેલા ઠરાવનો વિરોધ પક્ષના સભ્યોને વિરોધ કર્યો હતો.

પોરબંદર જનરલ બોર્ડની મિટિંગમાં 52 ઠરાવ પસાર

પોરબંદર શહેરના વિકાસ માટે મહત્વના 52 ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અર્જુન કાર્યની અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠકનું આયોજન ગુરુવારે નગરપાલિકાના સભા ખંડમાં ખાતે યોજાઇ હતી, જેમાં શહેરના હિન્દુ સ્મશાન ભૂમિ અગ્નિદાનની સુવિધા સહિત તેમાં નિભાવવા સહિત અન્ય સ્ટેશનરી ખર્ચ માટે 50 લાખની જોગવાઇ તથા નગરપાલિકા કોર્ટ કેસ અંગે વકીલ રોકવા અને અન્ય ખર્ચનું બિલ ચૂકવવા 20 લાખ રૂપિયાનો ઠરાવ નક્કી થયો હતો. પાલિકાના બાગ બગીચા ફુવારા ગાર્ડન વિભાગનો માલ સામાન ખરીદવા 50 લાખનો ઠરાવ થયો હતો. આ ઉપરાંત વેરા વસુલાતની કામગીરી માટે 15 લાખ તેમજ વૃદ્ધ પશુને ઉપાડવા માટે પાંચ લાખ તથા જંતુનાશક દવા માટે પાંચ લાખ રૂપિયા તથા એકાદ વર્ષથી બંધ પડેલ ગાંધી સ્મૃતિ ભવન માટે 10 લાખ રૂપિયાનો ખર્ચ નક્કી થયો છે આ ઉપરાંત અનેક ઠરાવ પસાર કરવામાં આવ્યા છે.

પોરબંદર છાયા સયુંકત નગર પાલિકાની સામાન્ય સભા મળી 52 ઠરાવ મંજૂર કરાયા

આ પણ વાંચો : પોરબંદરની બન્ને સરકારી કોવિડ હોસ્પિટલ ફૂલ હોવાથી અન્ય જિલ્લામાં દર્દીઓને દાખલ થવાના લાગ્યા બેનર

લોકોની આરોગ્ય સગવડ માટે પાલિકા દ્વારા કશું કરવામાં નથી આવ્યું

આ સામાન્ય બેઠકમાં વિરોધ પક્ષના સુધરાઇ સભ્ય ફારૂક સૂર્યએ વિરોધ નોંધાવ્યો હતો અને ઠરાવનો વિરોધ કરતા તેઓએ જણાવ્યું હતું કે લોકોની આરોગ્યની સુખાકારી સગવડ માટે પાલિકાના સત્તાધીશો દ્વારા કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.