ભારતીય નૌકાદળમાં વર્ષ 1987માં સામેલ થઈ અને 30 વર્ષ સુધી દેશની જળસીમાને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવનાર INS વિરાટ 30 વર્ષ સુધી કાર્યરત રહી 23 જુલાઈ 2016ના રોજ તેની અંતિમ સફર આપમેળે ખેડી મુંબઈથી કોચી પહોચ્યું હતું. જ્યાં તેને ડીકમીશન્ડ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 23થી 28મી ઓકટોબર 2016ના રોજ ફરી આ શીપને ટગથી ખેંચી કોચીથી મુંબઈ લાવવામાં આવ્યું હતું.
6 માર્ચ 2017ના રોજ ભારતીય નૌકાદળ માંથીઆ જહાજને સેવા નિવૃત કરવામાં આવ્યું હતું. આ જહાજને સ્ક્રેપ કરવાના સરકારના નિર્ણય બાદ તેની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી. જેમાં અલંગમાં પ્લોટ નં. 81 (શ્રીરામ શીપીંગ)ના મુકેશ પટેલે 26 કરોડમાં ખરીદી કરવામાં આવી હતી.
આ જહાજ GST,કસ્ટમ સહિતની તમામ સરકારી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટગ દ્વારા અલંગ તરફની અંતિમ સફર ખેડશે.જયારે ઓનલાઈન ઓક્શન બાદ નેવી બોર્ડ, કસ્ટમ અને અન્ય વિભાગની મજુરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જો આ બાબતે ઓક્શનની રકમ ઓછી લાગે તો ફરી ઓક્શન પ્રક્રિયા હાથ પણ ધરી શકાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.