ETV Bharat / state

બખરલાના ગ્રામજનોનો નિર્ણયઃ થોડા દિવસો સુધી કોઈના ઘરે મહેમાન તરીકે જવું નહીં, બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું

author img

By

Published : May 7, 2021, 12:45 PM IST

પોરબંદર જિલ્લાના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે હવે ગામના લોકો આગળ આવી રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં જ્યાં નોંધપાત્ર કામગીરી થઈ હતી, તેવા બખરલા ગામના લોકોએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો 'મારુ ગામ કોરોના મુક્ત ગામ'નો સંદેશો સાર્થક કરવા કમર કસી છે.

બખરલાના ગ્રામજનોનો નિર્ણયઃ થોડા દિવસો સુધી કોઈના ઘરે મહેમાન તરીકે જવું નહીં, બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું
બખરલાના ગ્રામજનોનો નિર્ણયઃ થોડા દિવસો સુધી કોઈના ઘરે મહેમાન તરીકે જવું નહીં, બહુ જરૂરી હોય તો જ બહાર નીકળવું
  • જાગૃત યુવા સરપંચની આગેવાનીમાં બખરલા ગામમાં ઘરે ઘરે પહોંચ્યો મુખ્યપ્રધાનનો સંદેશ
  • તાવ-શરદી હોય તો તે જ દિવસે તપાસ કરાવવી, રિપોર્ટની રાહ જોયા વગર આઈસોલેટ થવા સરપંચે કરી અપીલ
  • કોરોનાની પ્રથમ લહેરમાં ગ્રામજનોએ જે રીતે કામ કર્યું, તેવું જ કામ કરી માસ્ક વગર બહાર ન નીકળવું

પોરબંદરઃ બખરલા ગામના યુવા સરપંચ અરસીભાઇ ખુંટીની આગેવાનીમાં ગામના લોકો જાગૃત થયા છે. ગામમાં કોરોના મુક્તિ માટે સમિતિ પણ બનાવવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગામના દરેક લોકોને મુખ્યપ્રધાનનો સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. ગામના સરપંચ સહિત જાગૃત આગેવાનોએ ગ્રામજનોને સમજાવ્યા છે, કે થોડા દિવસો સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને મહેમાનગતિ કે અન્ય કામે બને ત્યાં સુધી રૂબરૂ જવું નહીં.

આ પણ વાંચોઃ પોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું

ગામના અમુક વિસ્તારોમાં સેનિટાઈઝેશન કરવામાં આવે છે અને લોકો ઘરની બહાર નીકળે ત્યારે અચૂક માસ્ક પહેરે છે. ગામ લોકોએ સાથે મળીને કોરોના સામેની લડાઈમાં જે જરૂરી માર્ગદર્શિકા છે, તે પ્રમાણે અમલવારી કરવા નક્કી કર્યું છે. ગામમાં કોઈને તાવ આવે તો તાત્કાલિક તપાસ કરવા અને રિપોર્ટ આવે તેની રાહ જોયા વગર બને ત્યાં સુધી આઇસોલેટ થવા સમજાવવામાં આવી રહ્યું છે. રસીકરણ માટે પણ જાગૃતિ દાખવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 33 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

સરપંચે લોકોને કોરોના મુક્ત ગામ કરવા કરી અપીલ

ગામના સરપંચે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રના સંકલનમાં રહીને અમારે અમારા ગામને કોરોના મુક્ત કરવું છે. મારા ગામના લોકોએ પ્રથમ લહેર વખતે કોરોનાની લડાઈમાં સરકારને સાથ આપી રૂપિયા 75 હજારનો ફાળો પીએમ ફંડમાં આપેલો છે. આમ, બખરલા અને અન્ય ગામોમાં જે રીતે કામગીરી શરૂ થઈ છે, તેવી જાગૃતિ સાથે જિલ્લા તંત્ર દ્વારા અન્ય તમામ ગામોમાં કામગીરી કરવા વ્યવસ્થાઓ સુનિશ્ચિત થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.