તાલાલા વિધાનસભા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચેજાહેરનામું બહાર પાડ્યું હતું. જેનીપર SC સ્ટે મુક્યો છે. આગામી 23 એપ્રિલે ચૂંટણી નહીં યોજાય.
ભાજપે ઉમેદવાર તરીકે જશા બારડને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ હવે SC સ્ટે મુકતા તલાલા પેટા ચૂંટણી યોજાશે નહી. તમામ કોંગી નેતાઓએ આ નિર્ણયને વધાવી લીધો હતો. ત્યારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદરના મુખ્ય વિસ્તાર ખાદી ભંડાર ચોક ખાતે ફટાકડા ફોડી કોંગ્રેસના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી. SC ચૂંટણી ન યોજાય તે માટે સ્ટે આપ્યો છે. જિલ્લા કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે.