- પોરબંદર છાયા સયુંક્ત નગરપાલિકાનું બજેટ વિવાદમાં
- એક પણ એજન્ડાનું વાંચન કરાયું ન હોવાનો આક્ષેપ
- વિરોધ પક્ષના સભ્યો દ્વારા પ્રદેશ કમિશનરને કરાઈ રજૂઆત
પોરબંદરઃ છાયા સંયુક્ત નગરપાલિકાનું બજેટ વિવાદમાં સપડાયું છે. પોરબંદર નગરપાલિકાના ખંડમાં જનરલ બૉર્ડની બજેટ સભા યોજાઈ હતી. તે સમય દરમિયાન સભામાં નકલ અપાય હતી. જે મુજબ કાર્યવાહી થઇ ન હતી. તેઓ આક્ષેપ વિરોધ પક્ષના સદસ્યોએ કર્યો છે અને પ્રાદેશિક કમિશનરને આ અંગે રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ પોરબંદર છાયા નગરપાલિકાનું 272 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર
પ્રદેશ કમિશનરને કરાઇ હતી રજૂઆત
પોરબંદર નગરપાલિકાના વિરોધ પક્ષના સભ્યોએ ફારૂકભાઇ સોરઠીયા સહિતના કોંગ્રેસ કાઉન્સિલરોએ પ્રદેશ કમિશનરને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, નગરપાલિકાની જનરલ બૉર્ડની બજેટ સભા યોજાઈ હતી. જેમાં નકલ આપવામાં આવી હતી. જે મુજબની કોઇ પણ કાર્યવાહી થઇ ન હતી ફક્ત રાષ્ટ્રગીતનું ગાન કરી સભા પૂર્ણ કરવામાં આવી હતી અને બીજુ સભામાં 4 સદસ્યોના રજા રિપોર્ટ આવેલો છે તે ધ્યાને મૂકી મંજૂર કર્યા હતા પરંતુ ખરી હકીકતએ આ વિગત અધ્યક્ષ દ્વારા નહીં પણ મોહનભાઈ મોઢવાડિયા દ્વારા મૂકવામાં આવી હતી અને મોહનભાઈ મોઢવાડિયાએ સભાનું સંચાલન કરી 1 થી 18 એજન્ડા વાંચી સંભળાવ્યા હોવાની નોંધ કરવામાં આવી હતી પણ ખરી હકીકતમાં એજન્ડાનું વિસ્તૃત વાંચન કરવામાં આવ્યું ન હતું, ત્યાર બાદ સભ્યો સભાખંડ છોડીને જતા રહ્યા હતા આમ આ બજેટ મિટિંગમાં એક મિનિટમાં પૂર્ણ થયેલુ હોવાનું ફારૂકભાઇ સૂર્યાએ જણાવ્યું હતું અને તે અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા કમિશનરને જણાવ્યું હતુ.