પોરબંદરના દરિયા કિનારે સપ્ટેમ્બર થી માર્ચ મહિના સુધી મહેમાનગતી કરતા આ કુંજ પક્ષીઓ મોટી સંખ્યામાં શિયાળાની ઋતુમાં એશિયાના હિમાલયના પર્વત પરથી ઉત્તર દિશાના પર્વતો પરથી ભારતમાં પ્રવેશે છે. આ પક્ષીઓ 8000 કિ.મી. થી પણ વધુ ઉંચાઈએ ઉડવાની ક્ષમતા ધરાવે છે. સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાથી ભરપૂર આપણાં ભારતમાં સામાન્ય રીતે 1200 જેટલા વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે... જેમાંથી મોટાભાગના પક્ષીઓ એટલે કે, 596 જેટલા પક્ષીઓ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે...ભારતમાં ડેમોસાઇલ અને કોમન ક્રેન કુંજની યાયાવર પ્રજાતિ જોવા મળે છે...જે મોંગોલિયા અને સાઈબેરિયામાં વસવાટ કરે છે ભારતનું એક સ્થાનિક પક્ષી છે જેને સારસ ક્રેન તરીકે ઓળખવામાં આવે છે.
પોરબંદરમાં મોટી સંખ્યામા આવતા આ પક્ષીઓનો શિકાર થતો હોય છે અથવા ઘણી વાર પતંગના દોરામાં અથવા વીજ શોકના કારણે અકસ્માત થતા હોય છે. 2014 માં માત્ર જાન્યુઆરીમાં જ 682 જેટલા કુંજ પક્ષીઓના રેસ્ક્યુ કર્યા હતા, પરંતુ હવે લોકોમાં પક્ષી બચાવોની જાગૃતિ વધી રહી હોવાથી કુંજ પક્ષી સહીત અનેક પક્ષીઓની બચાવ કામગીરી સરળ બની છે. સાઇબેરીયન ક્રેન પક્ષીઓ વધારે પ્રમાણમાં રાજસ્થાનમાં જોવા મળતા હતા, પરંતુ આ પક્ષીઓનો શિકાર વધુ થતો હોવાથી આ પ્રજાતિ 1988 થી ભારતમાં આવતી બંધ થઇ ગઈ છે. ગુજરાતમાં ખાસ કરીને પોરબંદરમાં લાખોની સંખ્યામાં પક્ષીઓ મહામાનગતી કરવા માટે અહીં આવે છે. આ પક્ષીઓ ખોરાકમાં ખાસ મગફળી સહીત અન્ય ઘાસના બી લે છે.