પોરબંદર: શહેરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના વાઇરસ સંક્રમિત માટે ખાસ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ મુખ્ય તબીબી અધિકારી જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ અંગે જાગૃતિ માટે ઠેર-ઠેર લોકોને સમજાવવામાં આવી રહ્યાં છે.
આ ઉપરાંત ઉધરસ, શરદી તથા સામાન્ય તાવ જેવી બીમારી હોય તો કોરોના હોય તેવું નથી. પરંતુ તબીબને બતાવવું જરૂરી છે. તેમજ આવા દર્દીઓથી દૂર રહેવા પણ જણાવ્યું હતું.
કોરોના અંગે તબીબ દ્વારા જણાવવામાં આવે તે પ્રમાણે અનુસરવું. તે ઉપરાંત હાથ ધોવા અને વધુ પ્રમાણમાં લોકો એકઠા થતા હોય ત્યાં જવાનું ટાળવું. તેમણે વધુમાં જણાવ્યું કે, સાવધાની રાખવાથી કોરોનાથી બચી શકાય છે.