જૂનાગઢ શહેરના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા એક અનોખો પરંતુ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર મંદિર પરિસરમાં પ્રવેશ કરતા દરેક ભક્તો માટે એક આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આ આદર્શ આચારસંહિતા મુજબ મંદિરમાં પ્રવેશ કરતાં દરેક ભક્તો આદેશોનું પાલન કરે તેના માટે અમલ કરવામાં આવી રહ્યો છે.
મંદિર પરિસરમાં કેફી પીણું, ધુમ્રપાન કરતા, સિગારેટો, બીડી તેમજ કપડાને લઈને એક આદર્શ આચારસંહિતા અમલમાં મુકી છે. જે અંતર્ગત ખાસ કરીને મહિલાઓએ કેવા વસ્ત્રો પહેરી અને મંદિરમાં પ્રવેશ કરવો તેના પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.
ખાસ કરીને મહિલાઓ દ્વારા જે પ્રકારે વસ્ત્રો પરિધાન કરીને મંદિર પરિસરમાં પ્રવેશ કરવામાં આવે છે. તેને લઈને થોડી નારાજગી જોવા મળી હતી. આજ કારણે સ્વામિનારાયણ મંદિર દ્વારા ખાસ કરીને મહિલા ભક્તો કે જે મંદિરમાં દર્શનાર્થે આવે છે. તેવા તમામ ભક્તો હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને ધર્મમાં શોભે તેમજ ધર્મનું આચરણ વધુ ગાઢ બને તેવા પ્રકારનાં વસ્ત્રો પહેરીને મંદિર પ્રવેશ પરિસરમાં પ્રવેશ કરવો તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે.
ભારત વર્ષમાં આવેલા કેટલાય મંદિરો છે જેમાં ભક્તો દ્વારા કેવા પ્રકારનો પોશાક ધારણ કરીને મંદિર પરિસર કે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરવો એવા દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.જેની સાથે આજે પણ કોઈ સમાધાન કરવામાં આવતું નથી.
ત્યારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવેલો નિર્ણય સનાતન હિન્દુ સંસ્કૃતિને વધુ ગાઢ બનાવશે તેમજ હિંદુ ધર્મ અને આપણી ધાર્મિક માન્યતાઓને જે રીતે પુરાણોમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે.જો ધર્મનું આચરણ ભક્તો દ્વારા કરવામાં આવે હિન્દુ ધર્મની સાથે જોડાયેલા મંદિરો અને દેવસ્થાનો તેના અલૌકિક સત્યને જાળવી રાખવામાં મદદરૂપ બનશે.