પોરબંદર: એરપોર્ટ પર રૂ. 5.64 કરોડનું એવિએશન રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગ વાહન વિકસાવવામાં આવ્યું છે.આ વાહનમાં સેલ્ફ ડિફેન્સ સિસ્ટમથી ચારે તરફ પાણીના ફુવારા થતા હોવાથી તે આગની વચ્ચેથી પણ વાહન પસાર થઈ શકે છે.
આ આધુનિક વાહન માટે 5 વ્યક્તિઓ છે.જેમાં ડ્રાઇવર, સીએફટી ઇન્ચાર્જ અને 3 ફાયરમેન છે.આ વાહન 3000 કિલોનું વજન ધરાવે છે. એરપોર્ટ પર 2 જુના ફાયર ટેન્ડર હતા. ત્યારે આ નવું આધુનિક એવિએશન રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઇટિંગ વાહન જ્યારે આગ લાગે ત્યારે તેને કાબૂમાં કરવામાં સક્ષમ રહેશે.
આ વાહનની સ્પીડ 115 થી 121 પ્રતિ કલાક છે.આ વાહન 6000 લીટર પાણી 1 મિનિટમાં 10 વખત પ્રેશરમાં ફેંકી શકવાની તાકાત ધરાવે છે. વાહનમાં 800 લીટર ફોમ, 250 ડ્રાય કેમિકલ પાવડર હોય છે. ટ્વીન ડિસ્ક સાથે 6 ગિયર ઓટોમેટિક ટ્રાન્સમિશન કોમ્પ્યુટરાઈઝડ વાહન છે. રાત્રીના સમયે ક્રેશ થાય તો હાઈમસ લાઈટ 300 ડિગ્રી સુધી ફરી રોશની ફેંકે છે.જેથી રાત્રે પણ આગ સમયે રેસ્ક્યુ થઈ શકે છે.રિમોટ કંટ્રોલ અને થર્મલ કેમેરાની પણ આ વાહનમાં સુવિધા છે.