ETV Bharat / state

પોરબંદરમાં શેરડીનો રસ પીને તાજગી અનુભવતા લોકો - gujaratinews

પોરબંદર: શહેરમાં ઠેર ઠેર બરફના ગોલા અને શેરડીનો રસ વેચાઇ રહ્યો છે. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો સૂરજનો તાપ ધીમો પડતા સાંજના સમયે ઘરની બહાર નિકળીને ઠંડક મેળવવા માટે બરફના ગોલા, શરબત, શેરડીનો રસ પીને તાજગી અનુભવતા હોય છે.

પોરબંદરમાં શેરડીનો રસ પીને તાજગી અનુભવતા લોકો
author img

By

Published : May 13, 2019, 11:04 PM IST

ખાંડ, ગોળની જનેતા એવી શેરડી રસ અને મીઠાશથી ભરપુર હોય છે. રસની મીઠાશ કોને વ્હાલી ના હોય ? નાના બાળકોથી માંડીને વૂધ્ધો સુધી તમામ વર્ગ બરફના ગોલા અને શેરડીના રસનો ચાહક હોય છે.પોરબંદરની ગલીઓમાં, રસ્તા પર ભર બપોરે ધગધગતા તાપને પડકારતા રસના સીચોડા, બરફની લારીઓથી અસંખ્ય શ્રમજીવીઓને સીધી અને આડકતરી રોજગારી મળે છે.

પોરબંદર
પોરબંદરમાં શેરડીનો રસ પીને તાજગી અનુભવતા લોકો

પોરબંદર શહેરમાં એરપોર્ટ રોડ, કમલાબાગ, બસસ્ટેશન, મોટા ફુવારા, ચોપાટી, ખીજડી પ્લોટ, સુદામા ચોક સહિત શહેરની વિવિધ જગ્યાઓ પર બરફના ગોલા અને શેરડીનો રસ વેચાય છે. બસ સ્ટેશન પાસે શેરડીના રસનું સેન્ટર ધરાવતા દિનેશભાઇ ચામડીયાએ જણાવ્યુ કે, ઉનાળાના ખાસ બે મહિના અને વેકેશનનો એક મહિના દરમિયાન શેરડીના રસનું સારૂ વેચાણ થાય છે. દરરોજ ત્રણ મણ જેટલી શેરડીના રસનુ વેચાણ થાય છે. રસમાં વપરાતો બરફ આર.ઓ. પ્લાન્ટનો હોય છે. જેથી ગ્રાહકોના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે.

કમલાબાગ પાસે ગોલા અને સરબતની લારી ધરાવતા ભાનુશંકરભાઇ પુરોહિતએ જણાવ્યું કે, ગોલા અને સરબત બનાવવામાં વપરાતો બરફ આર.ઓ. પ્લાન્ટનો હોય છે. ગોલાનું વેચાણ સાંજના સાત વાગ્યા પછી થાય છે. વેકેશન અને ઉનાળો હોવાથી સારા પ્રમાણમાં ગોલા વેચાય છે. આ ઉપરાંત, શહેરમાં માટલા કુલ્ફી, ક્રીમ કુલ્ફીના ફેરિયાઓ ગલીગલીમાં ફરીને લોકોને ઠંડક આપવાનો પ્રયાસ કરે છે.

LOCATION_PORBANDAR

મે રંગ શરબતો કા, તું બરફ કા પાની
ગરમીથી નિતરતા પોરબંદરને ઠંડક આપતો શેરડીનો રસ

પોરબંદર. શહેરમાં ઠેર ઠેર બરફના ગોલા અને શેરડીનો રસ વેચાઇ રહ્યો છે. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે શહેરીજનો સૂરજનો તાપ ધીમો પડતા સાંજના સમયે ઘરની બહાર નિકળીને ઠંડક મેળવવા માટે બરફના ગોલા, શરબત, શેરડીનો તાજો રસ પી ને તાજગી અનુભવતા હોય છે. તો બપોર વેળા પણ તડકામા જેને કામ કરવું પડે છે તેવા શ્રમજીવીઓ ૧૦/૧૫ મીનિટ કામ પડતુ મુકીને રસ્તા પર વેચાતા ગોલા-શરબત, શેરડીના રસને ગટગટાવીને શરીરની બેટરી ચાર્જીંગ કરતા જોવા મળતા હોય છે.

     ખાંડ,ગોળની જનેતા એવી શેરડી રસ અને મીઠાશથી ભરપુર હોય છે. આવા રસની મીઠાશ કોને વ્હાલી ના હોય ?  નાના બાળકોથી માંડીને વૂધ્ધો સુધીનો તમામ વર્ગ બરફના ગોલા અને શેરડીના રસનો ચાહક હોય છે. પુરુષો ઓળખી ના શકે અને મહિલાઓ જોઇને જ પીવા માટે રસ્તા પર લલચાય જાય એવા અને એટલા વિવિધ રંગ બે રંગી કલર્સથી ભરેલા શીશા બરફની રેકડીઓ મેઘધનુષ જેવી દેખાતી  હોથ છે. પોરબંદરની ગલીઓમા, રસ્તા પર ભર બપોરે ધગધગતા તાપને પડકારતા રસના સીચોડા, બરફની લારીઓથી અસંખ્ય શ્રમજીવીઓને સીધી અને આડકતરી રોજગારી મળે છે. શેરડીના રસના ગ્લાસની કિમત ફિક્સ હોય છે જ્યારે બરફના ગોલા શહેરના વિસ્તાર પ્રમાણે જુદાં જુદાં ભાવમા વેચાતા હોય છે.

      પોરબંદર શહેરમા  એરપોર્ટ રોડ, કમલાબાગ, બસસ્ટેશન, મોટા ફુવારા, ચોપાટી, ખીજડી પ્લોટ, સુદામા ચોક સહિત શહેરની વિવિધ જગ્યાઓ પર બરફના ગોલા અને શેરડીનો રસ વેચાય છે. ત્યારે ગ્રાહકોએ લારીએ કે દુકાને રસ કે ગોલા પીતા પહેલા જોવુ જોઇએ કે ત્યા ચોખ્ખાઇ કેવી છે. શરીરને ઠંડક આપતો બરફ ચોખ્ખા પાણીનો છે કે નહિ, વાસી કલર, સેકરીન,સ્થળ પર ગંદકી, શેરડીનો સાઠો કેટલો સ્વચ્છ હોય છે, રસમા વપરાતો બરફ ખરેખર ખાવા યોગ્ય છે કે નહિ વગેરે નાની નાની બાબતો પર આંખ આડા કાન કરવા જોઇએ નહીં.

       બસ સ્ટેશન પાસે શેરડીના રસનુ સેન્ટર  ધરાવતા દિનેશભાઇ ચામડીયાએ જણાવ્યુ કે, ઉનાળાના ખાસ બે મહિના અને વેકેશનનો એક મહિના દરમિયાન શેરડીના રસનુ સારૂ વેચાણ થાય છે. દરરોજ ત્રણ મણ જેટલી શેરડીના રસનુ વેચાણ થાય છે. રસમાં વપરાતો બરફ આર.ઓ. પ્લાન્ટનો હોય છે. જેથી ગ્રાહકોના સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આવે છે. કમલાબાગ પાસે ગોલા અને સરબતની લારી ધરાવતા ભાનુશંકરભાઇ પુરોહિતએ જણાવ્યુ કે ગોલા અને સરબત બનાવવામાં વપરાતો બરફ  આર.ઓ. પ્લાન્ટનો હોય છે. ગોલાનુ વેચાણ સાંજના સાત વાગ્યા પછી થાય છે, અત્યારે વેકેશન અને ઉનાળો હોવાથી સારા પ્રમાણમાં ગોલા વેચાય છે. આ ઉપરાંત શહેરમાં માટલા ગુલ્ફી, ક્રિમ ગુલ્ફીના ફેરિયાઓ ગલીગલીમાં ફરીને લોકોને ઠંડક આપવાનો પ્રયાસ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.