- હોળી દરમિયાન પોરબંદરમાં કડક પોલીસ બંદોબસ્ત રહેશે
- અનિચ્છનીય બનાવ ન બને તે માટે લેવાયો ખાસ નિર્ણય
- 4 DYSP, 7 PI તથા 22 PSI રાખશે ચાંપતી નઝર
- 200 જેટલા પોલીસ અને 500 જેટલા હોમ ગાર્ડ જવાનોની અલગ અલગ ટિમ બનાવાઈ
આ પણ વાંચો : પોરબંદરમાં NSUIએ તિલક હોળી મનાવી પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં રંગ ભર્યા
પોરબંદર: તા.28/03/2021થી હોળીનો પર્વ શરૂ થનારો છે. જેમાં લોકો દ્વારા હોલિકાનું દહન થતુ હોય છે. અલગ- અલગ વિસ્તારમાંથી લોકો દર્શનાર્થે આવતા હોય અને લોકોની ભીડ જોવા મળતી હોય છે. જે અનુસંધાને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે તથા હાલમાં ચાલી રહેલી કોવીડ- 19 મહામારીને અટકાવવા પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવવામાં આવે અને કોરોનાની માર્ગદર્શિકાનું પાલન થાય તેમજ તહેવાર દરમિયાન કોઇપણ જાતનો કોમ્યુનલ/ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્વારા સ્થાનિક લેવલેથી જરૂરી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમા DYSP- 4, PI- 7, PSI- 22 તથા આશરે 200 જેટલા પોલીસ તથા 500 જેટલા હોમગાર્ડ/TRB/GRDની અલગ અલગ ટીમો બનાવી જરૂરી પોલીસ પેટ્રોલીંગ કરવામા આવશે.
આ પણ વાંચો : હોળી-ધુળેટી પર્વને લઇને સોમનાથ મંદિરમાં દર્શનનું આયોજન
કોઈ અનિચ્છનીય બનાવની માહીતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન પર સંપર્ક કરવો
હોળીના તહેવાર દરમિયાન પોરબંદર જિલ્લાના સંવેદનશીલ અને બીન સંવેદનશીલ સ્થળોને ધ્યાને રાખીને પોલીસ બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગની ગોઠવણી કરવામાં આવી છે. જાહેર જનતાને કોઈ અનિચ્છનીય બનાવની માહીતી મળે તો નજીકના પોલીસ સ્ટેશન અથવા પોરબંદર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમનાં ટેલીફોન નંબર 0286-22409220 અથવા 100 નંબર પર તાત્કાલિક જાણ કરવા વિનંતી છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા એક યાદીમાં જણાવ્યું છે.