- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પોરબંદર ભાજપ પક્ષે સેન્સની પ્રક્રિયા હાથ ધરી
- ભાજપ પક્ષના નક્કી કરાયેલા નિરીક્ષકોએ દાવેદારોની માહિતી મેળવી
- જિલ્લા પંચાયત દ્વારા 14 બેઠકો માટે કાર્યકરોના સેન્સ લેવામાં આવી
- નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે કાર્યકરોની સેન્સ લેવામાં આવી
- જિલ્લા ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળી તાગ મેળવ્યો
પોરબંદર: જિલ્લામાં ભાજપ કાર્યાલય ખાતે ગઈકાલથી અને બુધવારે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડવા ટિકિટના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાંથી નિમણૂંક કરાયેલા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ બેઠકનું આયોજન કર્યું હતું અને પોરબંદર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નક્કી કરેલા નિરીક્ષકોએ પોરબંદર જિલ્લાના દાવેદારોને સાંભળી તાગ મેળવ્યો હતો. પોરબંદર જિલ્લા પંચાયત માટે કુલ 18 બેઠકોમાંથી ગઈકાલે પોરબંદર તાલુકામાં 10 બેઠક પર અને આજે રાણાવાવની ચાર બેઠક પર સેન્સ લેવાઈ હતી તથા આવતીકાલે કુતિયાણા વિચાર બેઠક પર ભાજપ પક્ષ દ્વારા કાર્યકરોની સેન્સ લેવામાં આવશે.
દાવેદારોના ફોર્મ મેળવી પાર્ટી અનુભવ અને સમાજસેવાના કાર્યો અંગે માહિતી મેળવી
પોરબંદર નગરપાલિકાના 13 વોર્ડની 18 બેઠકો માટે ભાજપના બેનર હેઠળ ચૂંટણી લડવા માગતા દાવેદારે જિલ્લામાંથી આવેલા નિરીક્ષકો દ્વારા દાવેદારોના ફોર્મ મેળવી દાવેદારોએ કરેલ સમાજસેવાના કાર્યો અને અનુભવ અંગેની માહિતી મેળવી હતી.