પોરબંદરઃ જિલ્લામાં લોહરાણા યુવા સેના દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ GPSC અને UPSC અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં સર્વજ્ઞાતિના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની માહિતી રાજકોટના ICEના મૌલિકભાઈ ગોંદીયા તથા વેરાવળથી જયભાઈ કાનાભાઈ દ્વારા આપવામાં આવી હતી.
સેમિનાર બાદ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પરીક્ષાઓની તૈયારી કરવા માટે ટોકન દરે કોચિંગ ક્લાસનું પણ આયોજન લોહરાણા યુવા સેના દ્વારા કરવામાં આવ્યું હતું.