- પોરબંદરની ફટાકડા બજારમાં સુગંધ ફેલાવતા ખુશ્બુદાર ફટાકડા આવ્યા
- ફટાકડા સ્ટોલની અરજીમાં પાલિકાની 31 સ્ટોલ સામે માત્ર 11 સ્ટોલની હરાજી થઈ
- દરેક સ્ટોલમાં માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ
પોરબંદર : દિવાળી એટલે રોશનીનું પર્વ દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીને અનેક લોકો આ તહેવારને ઊજવે છે, પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના પગલે અનેક લોકો આ કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી રહ્યા છે. ત્યારે ફટાકડાના વેપારીઓને પણ આ મહામારીને પગલે ઓછો વ્યવસાય થવાનો ડર લાગી રહ્યો છે. જેની અસર પોરબંદરના ફટાકડા બજારમાં પણ જોવા મળી છે.
31 સ્ટોલ સામે માત્ર 11 સ્ટોલની હરરાજી
પોરબંદરમાં ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે ફટાકડા સ્ટોલની અરજીમાં પાલિકાની 31 સ્ટોલ સામે માત્ર 11 સ્ટોલની હરરાજી થઈ છે. જેમાં મોટાભાગના વેપારીઓએ ફટાકડાનો જથ્થો પણ ગયા વખત કરતાં 30 થી 40 ટકા જેટલો જ રેગ્યુલર ગ્રાહકો માટે રાખ્યો છે.
પોરબંદરની ફટાકડા બજારમાં સુગંધ ફેલાવતા ખુશ્બૂદાર ફટાકડા આવ્યા બજારમાં આ વર્ષે ખુશ્બુદાર ફટાકડા આવ્યાકોરોના મહામારીના કારણે ઉત્પાદન ઓછું થયું છે. જેથી ફટાકડાના ભાવોમાં પણ વધારો જોવા મળશે. ત્યારે આ વખતે અલગ વેરાઇટીમાં સુગંધિત ફટાકડાઓ આવ્યા છે. સામાન્ય રીતે ફટાકડા દુર્ગંધ ફેલાવતા હોય છે. ત્યારે બજારમાં આ વર્ષે ખુશ્બુદાર ફટાકડા આવ્યા છે. આ ફટાકડાઓ ફૂટે ત્યારે ખુશ્બુદાર સુગંધ હવામાં ભળી સુગંધ ફેલાવશે, તેવું ફટાકડાના વેપારીઓએ જણાવ્યું હતું.
ફાયર સેફટી અંગે પણ ખાસ ધ્યાન રખાશેપોરબંદરમાં દર વર્ષે ફટાકડા બજાર ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે રાખવામાં આવે છે. ત્યારે ફટાકડાના કારણે કોઈ મોટી આગની દુર્ઘટના ન બને તે અંગે જણાવતા પાલિકાના ફાયર વિભાગના ઓફીસર લલિતભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ચોપાટી ફટાકડા બજારમાં ફાયર સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેક ફટાકડાના સ્ટોલ પર ફાયર સેફટીના સાધનો, ફાયર એકસ્ટિંગ્યુસર રાખવા માટે વેપારીઓને જણાવાયું છે. આ ઉપરાંત ફાયર વિભાગની એક ફાયર સેફટી વેન બે ફાયરમેન અને એક ડ્રાઇવર સાથે સ્થળ પર તૈનાત રહેશે.