પોરબંદર : ચોપાટીના ઇતિહાસની વાત કરીએ તો પોરબંદરના મહારાજા નટવરસિંહજી એ આ ચોપાટી બંધાવી હતી. 1936માં હિન્દુસ્તાનના ગવર્નર જનરલ સર વિલિંગટનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ચોપાટી પોરબંદરનું ધબકતું હ્રદય સમી બની છે. ત્યારે અહીં બેસી પરિવાર સાથે હોય કે, મિત્રો સાથે દરેક પળો યાદગાર બને છે. તેમજ કાવાની ચુસ્કીમાં એકાંતમાં પણ સમય કેમ સરી જાય ખબર નથી રહેતી. પરંતુ કોરોના મહામારીના પગલે ચોપાટી પર જવાની મનાઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરમાવવામાં આવી છે. આથી સવારથી લઇ સાંજ સુધી લોકોની ચહલ પહલ બંધ થતા ચોપાટી સૂમસામ બની છે.
લોકડાઉન-4: પોરબંદરની શાન બની સૂમસામ, જૂઓ રળિયામણી ચોપાટીના આકાશી દ્રશ્યો
કોરોના વાયરસના પગલે દેશભરમાં લોકડાઉન સર્જાયું છે. જેમાં તમામ પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના પોરબંદર શહેરની ચોપાટીએ શહેરની આગવી શાન આજે લોકડાઉનના કારણે સૂમસામ બની છે. પોરબંદરના લોકો ચોપાટી પર જવાની છૂટ ક્યારે મળશે. તેની રાહ જોઈને બેઠા છે.